પાટણમાં કોન્ટ્રાક્ટર-એન્જિનિયરની કમાલ: વીજ પોલ હટાવ્યા વિના જ બનાવી નાખ્યો રોડ

PC: gujarattak.in

પાટણના રાધનપુરમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં રોડની કામગીરીમાં વચ્ચે વીજપોલ આવતા હતા તેને હટાવ્યા વિના જ રોડ બનાવી દેવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આ રોડ બનીને તૈયાર પણ થઈ ગયો છે. જો કે રોડની વચ્ચોવચ જ વીજ પોલ હોવાથી ગંભીર અકસ્માતની ઘટના કોઈ પણ સમયે થાય તેવી સંભાવના છે. રાધનપુરમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરના ઘાચી વાસ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી શહેભરમાં હાસ્યનો વિષય બની ગઈ છે.

અહીં રસ્તાની વચ્ચોવચ વીજ પોલ આવતો હતો છતા રોડ બની ગયો છે. તો હવે રોડનો પ્લાન બનાવનારા એન્જિનિયર અને આ પ્લાનના આધારે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર બંનેની મૂર્ખાઇ પર લોકો હસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રોડની વચ્ચે જ વીજ પોલ આવી રહ્યો છે, એવામાં રાત્રીના અંધારામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે?

વીજ પોલના કારણે રોડ પરથી ફોર વ્હીલ પણ કેવી રીતે નીકળશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. વિગતો મુજબ આ રોડની કામગીરી રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. એવામાં લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી વિરુદ્વ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે, જો બેદરકારી કોન્ટ્રાક્ટરની હોય તો પછી ભણેલા એન્જિનિયર શું કરી રહ્યા છે.

એક વર્ષ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં પણ એવી જ ઘટના સામે આવી હતી. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ-ચંદનપુરા ઉમરકોઈ છેવટનો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં રોડ મંજૂર થયો હતો અને છેલ્લા એક વર્ષથી આ રોડનું કામ ચાલુ હતુ. રોડમાં આવતા વૃક્ષ વીજ પોલ હટાવ્યા વિના જ 5 કરોડના ખર્ચે બનતા રોડનું કામ પૂરપાટ ઝડપે ચાલુ હતું. ઉમરોકોઈ ગામના ગ્રામજનો 2 માર્ચના રોજ તેમના ગામના વીજ પોલ હટાવી રોડ બનાવવા માગ કરી હતી અને નસવાડી આર એન્ડ બી પણ વીજ પોલ હટે પછી જ રોડ બનાવવા કોન્ટ્રક્ટરને સૂચનો કર્યા હતા, પરંતુ કોન્ટ્રક્ટરે ફક્ત એક દિવસ પૂરતું કામ બંધ રાખી અને વીજ પોલ હટે તે અગાઉ જ RCC બનાવી નાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp