સુરત: મહિલાએ વેપારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને પતિએ જ વીડિયો બનાવ્યો, પછી..

PC: ntvtelugu.com

સુરતમાં ફરી એક વખત હનીટ્રેપની ઘટના સામે આવી છે. છેતરપિંડી કરનાર દંપતીએ એક વેપારીને હનીટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે પતિએ તેમનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોથી જ વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. આ હનીટ્રેપની જાળમાં ફસાવી દંપતીએ વેપારી પાસેથી 5 લાખ રૂપિયા અને ફ્લેટ પડાવી લીધો હતો. આખરે વેપારીએ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારનો વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. વેપારીને ફસાવી દંપતીએ 5 લાખ અને ફ્લેટ પડાવી લીધા હતા. એમ્બ્રોયડરીના લેપારીને પ્રેમ જાળમાં ફસાવી મહિલાએ શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે પતિએ વીડિયો બનાવીને બ્લેકમેલ કર્યો હતો. વેપારી ભાવનગરથી સુરત પરત આવતા જ આ મહિલા ફરી તેની પાછળ આવી હતી અને ફરીથી સંબંધ બનાવીને બ્લેકમેલ કર્યો હતો. આ મહિલાએ પહેલા વેપારી સાથે મિત્રતા કરી હતી. પોતાના પતિને નોકરી પર રાખવાનું કહી વેપારી સાથે મિત્રતા કરી હતી.

ત્યારબાદ મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આટલું જ નહીં, મહિલાએ વેપારી સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. જેનો વીડિયો પોતે તેના પતિએ ઉતાર્યો હતો અને તેને બ્લેકમેલ કર્યો હતો. બદનામીના ડરથી વેપારીએ મહિલાને 5 લાખ રૂપિયા આપી દીધા હતા અને અમરોલીમાં આવેલો ફ્લેટ પણ તેના નામે કરી દીધો હતો. વેપારીએ મહિલાને રૂપિયા આપી વીડિયો ડીલિટ કરવાનું જણાવ્યું હતું, પરંતુ તેણે આ વીડિયો ડીલિટ કર્યો નહોતો.

ત્યારબાદ વેપારી ભાવનગરથી સુરત રહેવા આવી ગયો હતો. ત્યારબાદ મહિલાએ વેપારીનો પીછો કરીને તેને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. મહિલાએ ભૂતકાળ ભૂલી જવાનું કહી વેપારી સાથે ફરી શારીરિક સંબંધો બાંધ્યા હતા. વેપારીએ અમરોલીમાં ફ્લેટ બૂક કરાવ્યો હોવાની જાણકારી મળતા જ મહિલાએ બ્લેકમેલ કરવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે મહિલાના પતિએ વેપારીને માર પણ માર્યો હતો. મહિલાએ ફ્લેટ પડાવી લીધા બાદ વેપારીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ જ સુરતમાં અન્ય એક હનીટ્રેપની ઘટનાને અંજામ આપનારી એક મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મોટા વરાછા વિસ્તારમાં હેર કટિંગના એક વેપારીને વાતોમાં ફસાવી ઘરે બોલાવી આયોજનબદ્ધ રીતે વેપારીના કપડાં કઢાવી ફોટા પાડ્યા હતા અને ત્યારબાદ તેને ધમકી આપી 1.10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેથી વેપારીએ રૂપિયા કાઢવા જવાનું જણાવી સફળતાપૂર્વક ત્યાંથી ભાગી પોલીસ ફરિયાદ નોંધાવતા મુખ્ય મહિલા આરોપી ઝડપાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp