ચોમાસુ આવી ગયું કે શું? રાજકોટમાં 1 કલાકમાં સવા ઇંચ વરસાદ, હજુ બે દિવસનો વરતારો

ગુજરાતમાં કમોસમી વરસાદે અનેક વિસ્તારોને ઘમરાળી નાંખ્યા છે, જાણે એમ લાગી રહ્યું છે કે શું ચોમાસું વહેલી આવી ગયું છે? રાજકોટમાં તો એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. માત્ર રાજકોટ નહી, જુનાગઢ, કચ્છ ભૂજ, અમરેલી, ગોંડલ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી છે.  બિન બુલાયે મહેમાન જેવા આ વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગે હજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વરસાદ પડવાનો વરતારો આપ્યો છે.

બુધવારે ચૈત્રી નવરાત્રીના પહેલા  દિવસે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હવામાન બદલાયું છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં તો માવઠાએ હાલત ખરાબ કરી નાંખી છે અને એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં 32 મિ.મી વરસાદ પડ્યો છે.

કમોસમી વરસાદને કારણે રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘંઉ અને ધાણાનો પાક પલળી જતા મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ યાર્ડના ચેરમેને ખેડુતોને 3 દિવસ સુધી ઘંઉ, ધાણા અને ચણાં નહીં લાવવા માટે કહ્યું છે.

તો બીજી તરફ જસદણના આટકોટ,વીરનગર, ખારચિયા, પાંચવડા સહિતના ગામડાઓમાં હળવા ઝાપટાં પડ્યા છે. ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

કચ્છની વાત કરીએ તો અહીં પણ અનેક ગામડાંઓમાં વરસાદની હળવા ઝાપટા પડ્યા છે. અમરેલી જિલ્લામાં તો સતત એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે.

હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે 23 અને 24 માર્ચ એમ દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 23 માર્ચે જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, તેમાં  બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદામાં કમોસમી વરસાદ પડશે. ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ,જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્રારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

તો 24 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.

કમોસમી વરસાદે તો છેલ્લાં એક સપ્તાહથી વધારે સમય પહેલાંથી આખા રાજ્યને માથે લીધું છે અને માવઠાંને કારણે ખેડુતોને રડવાનો વારો આવ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.