આ સંસ્કાર મને BJPમાંથી મળ્યા છે કે, સ્મશાન અને મુતરડી માણસ માટે જરૂરી છે
ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા, પૂર્વ નાયબ મંત્રી અને છેલ્લાં ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલા નીતિન પટેલે મહેસાણાના એક કાર્યક્રમમાં આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. આમ પણ નીતિન પટેલ બેધડક બોલવા માટે જાણીતા છે.
મહેસાણા નગરપાલીકા દ્વારા નવનિર્મિત નાગલપુર વિસ્તારમાં વૈકુંઠ ધામ સ્મશાન ગૃહ, સ્વામી વિવેકાનંદ ચોકમાં સીટીઝન પાર્ક, રાજમાતા વિજ્યારાજે સિંધીયા ગાર્ડન નુ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર ઉપસ્થિત હ્યા હતા
મહેસાણા RTO કચેરી પાસે નવા સ્માશાનનું લોકાર્પણ નીતિન પટેલના હસ્તે રાખવામાં આવ્યું હતું.. ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે પોતાના વકત્વ્યમાં કહ્યુ હતું કે, સ્મશાનના ઉદઘાટની વાત આવે એટલો લોકો કહેવા માંડે છે કે હવે તમે સ્મશાનની રિબીન પણ કાપવા માંડ્યા? તો મારે એવા લોકોને કહેવું છે કે મેં તો મુતરડીનું પણ ઉદઘાટન કર્યું છે. સ્મશાન અને મુતરડી માણસ માટે ખુબ જ જરૂરી છે અને આ જ્ઞાન અને સંસ્કાર મને ભાજપ તરફથી મળ્યા છે.
નીતિન પટેલે આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૌચાલય અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે જ્યારે PM મોદીએ સ્વચ્છતા લાવવા માટે શૌચાલય અભિયાનની શરૂઆત કરી ત્યારે તેમની પણ ખુબ ટીકા થઇ હતી. પરંતુ હવે આંકડા સામે આવે છે તેના પરથી ખબર પડે છે કે મહિલાઓ અને બહેનોની તકલીફો દુર થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની પાયાની જરૂરિયાત તરફ ધ્યાન આપ્યું છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગળ કહ્યુ કે ઘણી જગ્યાએ વિકાસ યાત્રા નબળી પડતી હોય છે, પરંતુ મહેસાણા એવું શહેર છે જ્યાં વિકાસની યાત્રા અટકતી નથી, બલ્કે અવિરત ચાલું રહે છે. પટેલે કહ્યુ કે આ બાબતે હું મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલને અભિનંદન આપું છું. નગર પાલિકાના પ્રમુખ વર્ષાબેને પણ અઢી વર્ષમાં મહેસાણા માટે ઘણું સારું કામ કર્યું છે.
નીતિન પટેલે કહ્યુ કે વર્ષાબેન ક્યારેય અવિવેકી બોલ્યા નથી. તેમના અઢી વર્ષના સમયગાળામાં 225 કરોડના કામો થયા છે જે નાનીસૂની વાત નથી. નગર પાલિકાના ચેરમેન કૌશિકભાઇના પણ નીતિન પટેલે વખાણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp