ગુજરાતના આ કેબિનેટ મંત્રીએ ઉત્તરાયણના દિવસે ઘરે-ઘરે ફરીને ધાન્ય ઉઘરાવ્યું

PC: https://www.facebook.com/groups/779558779460054

ઉત્તરાયણને દાન અને પુણ્યનો તહેવાર પણ કહેવામાં આવે છે. ઘણા લોકો દાન ધર્માદો કરીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અલગ-અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકોના ઘરે-ઘરે જઈને અનાજ કે પછી કપડાનું દાન એકત્રિત કરવામાં આવે છે. તો ઘણા લોકો ગાયોને ઘાંસ-ચારો ખવડાવીને પણ પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે ગુજરાતના એક કેબીનેટ મંત્રીએ ઉત્તરાયણની ઉજવણી અનોખી રીતે કરી હતી. કેબીનેટ મંત્રીએ લોકોના ઘરે-ઘરે જઈને ઝોળીમાં અનાજનું દાન એકઠું કરીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. લોકો કેબીનેટ મંત્રીની આ કામગીરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરનાર કેબીનેટ મંત્રીનું નામ અર્જુનસિંહ ચૌહાણ છે. કેબીઉનેત મંત્રી મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામમાં લોકોની પાસેથી ધાન્ય રૂપી દાન એકઠું કરવા માટે ઝોળી લઇને નીકળ્યા હતા. તેમને ગામના લોકોના ઘરે-ઘરે જઈને લોકોની પાસેથી ધાન્યરૂપી દાનને એકઠું કર્યું હતું. ઝોળી પર્વના ભાવ રૂપે કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ લોકોને ઘરે-ઘરે જઈને ધાન્ય ઉઘરાવતા હોવાના કારણે લોકોએ તેમની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. કદાચ આ પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ કેબીનેટ મંત્રી ઉત્તરાયણના પર્વ નિમિત્તે ધાબા પર ચઢીને પતંગ ચગાવવાના બદલે લોકોના ઘરે-ઘરે જઈને ઝોળીમાં ધાન્ય એકઠું કરતા જોવા મળ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આ કોઈ પહેલીં વખત ઝોળી લઇને ધાન્ય ઉઘરાવતા નથી પરંતુ તેઓ દર વર્ષે પરંપરાગત આ પ્રકારે લોકોના ઘરે-ઘરે જઈને ધાન્ય એકઠું કરીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. તો બીજી તરફ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અમદાવાદમાં આવેલા જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને ગાય માતાની પણ પૂજા કરી હતી. ભગવાનના દર્શન અને ગાય માતાની પૂજા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરીયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું.

તો બીજી તરફ આ પર્વમાં ઘણી સંસ્થાઓ દ્વારા ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવે છે. તો ઘણા લોકો પોતાના ઘરના ટેરેસ પર ચઢીને પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp