ગુજરાતની શાળા-કોલેજોમાં માર્ચ પછી થશે આટલા હજાર શિક્ષકોની નવી ભરતીઓ

PC: blogspot.com
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકોમાધ્યમિક અને ઉચ્ચાતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ્ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાશઓ સત્વચરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વંનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત બજેટ સત્ર પછી તૂર્ત જ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે જગ્યાઓની ભરતી થનાર છે તેમાં 3200 જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકોમાધ્યમિક તથા ઉચ્ચઉતર માધ્યમિક શિક્ષણના 8000 શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી  વિવિધ સંવર્ગની કુલ 2000 ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે. માર્ચ મહિના પછી કુલ 13200 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

આ અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષણમાં વધુ જગ્યાઓ ખાલી પડી છે તેથી સૌ પ્રથમ 3000થી વધુ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. અત્યારે સરકારી સ્કૂલોમાં નિવૃત્તિની મોસમ આવી છે. પ્રતિ વર્ષ 2500થી વધુ શિક્ષકો નિવૃત્ત થઇ રહ્યાં છે તેથી શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સ્કૂલો અને મહેકમ જોતાં રાજ્યમાં અત્યારે 20,000 થી વધુ વિદ્યા સહાયકોની જરૂર છે જે પૈકી માત્ર 3200ની ભરતી કરવામાં આવનાર છે.

ગુજરાતમાં છેલ્લે 2016માં 6316 ખાલી જગ્યાઓએ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી હતી, ત્યારબાદ ભરતી પ્રક્રિયા થઇ નહીં હોવાથી વધુ 8000 શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે. આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યા પછી રાજ્ય સરકારે ભરતીના નિયમોમાં સુધારો કરીને ટાઇમટેબલ ગોઠવ્યું છે. આ ભરતી પણ માર્ચ મહિના પછી થાય તેવી સંભાવના છે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ વધી રહી છે. 20 ટકા શિક્ષકો દર વર્ષે નિવૃત્ત થતાં હોઇ આ સંખ્યા વધે છે તેથી 2000 જેટલા સહાયક અધ્યાપકોની ભરતી માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સહાયકોની ભરતી સ્કૂલ નિયામક તેમજ અધ્યાપક સહાયકોની ભરતી ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે. ગુજરાતના શિક્ષણમાં ખરાબ દશા પ્રાથમિક શિક્ષણની છે. સ્કૂલોમાં બાળકોની સંખ્યાની સરખામણીએ શિક્ષકોની ઘટ વર્તાઇ રહી છે જ્યારે માધ્યમિક કક્ષાએ આચાર્યો અને પ્રાધ્યાપકોની ઘટ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp