લગ્નના બે દિવસ પહેલા કન્યાએ આપ્યો પુત્રીને જન્મ, જાણો સમગ્ર મામલો

PC: aajtak.in

અવાર-નવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે, લગ્નના દિવસે દુલ્હને બાળકને જન્મ આપ્યો, સાસરે જતી વખતે રસ્તામાં નવવધૂએ બચ્ચાને જન્મ આપ્યો, ફેરા ફરતી વખતે નવવધુને લેબર પેઈન થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આ બધું પહેલા વિદેશોમાં થતું હોવાનું સાંભળતા હતા, પરંતુ હમણાં થોડા વર્ષોથી આપણા ભારત દેશમાં પણ આવું સાંભળવા મળી રહ્યું છે, એવું લાગે છે કે લગ્ન એક પવિત્ર સંબંધ ન રહેતા ફક્ત એક શારીરિક આકર્ષણ બનતું જાય છે. બાળકોમાં ધીરજ અથવા અજ્ઞાનતાનો અભાવ અથવા તો માં-બાપની બેદરકારી આના માટે મહદ અંશે જવાબદાર હોય એવું લાગે છે. આવો જ એક કિસ્સો સંસ્કારી નગરી ગણાતી વડોદરા શહેરમાં જોવામાં આવ્યો છે. જો કે પોલીસની સતર્કતાથી નવજાત બાળકી અને તેના માં-બાપનો મેળાપ થઇ ગયો.

વડોદરામાં એક દંપતીએ તેમની નવજાત બાળકીને કચરામાં ફેંકી દીધી હતી. બાળકીના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો અને પોલીસને જાણ કરી. તપાસ બાદ પોલીસે દંપતીને પકડી પાડ્યા હતા. છોકરાએ જણાવ્યું કે, લગ્નના બે દિવસ પહેલા દુલ્હનને પેટમાં દુખાવો થયો હતો અને તે તેને ઓટોમાં બેસીને હોસ્પિટલ લઈ જતો હતો. પરંતુ ડિલિવરી ઓટોમાં જ થઈ હતી.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક નવજાત બાળકી કચરાના ઢગલામાં પડેલી મળી આવી હતી. પોલીસની SHE ટીમે નવજાત શિશુને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે માસૂમ ઠીક છે અને ડોક્ટરોની દેખરેખમાં છે. પરંતુ આ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો, જ્યારે થોડા સમય બાદ એક છોકરો તેની સાથે છોકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યો. તપાસ દરમિયાન ડૉક્ટરોને તેના પર શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી.

ઘટનાસ્થળે પહોંચીને પોલીસે છોકરા-છોકરીની પૂછપરછ કરી તો બંનેએ પુરેપુરી સચ્ચાઈ તેમની સામે રજુ કરી હતી. બંનેએ પોલીસને જણાવ્યું કે, તેઓ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. આ દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો અને યુવતી ગર્ભવતી બની હતી. સમાજમાં બદનામીના ડરથી તેઓએ આ બાબત પોતપોતાના પરિવારોથી છુપાવી રાખી હતી.

છોકરાએ પોલીસને જણાવ્યું કે, લગ્નના બે દિવસ પહેલા છોકરીને પેટમાં દુખાવો ઉપાડ્યો હતો, અને તે તેની ભાવિ પત્નીને ઓટોમાં હોસ્પિટલ લઈ જતો હતો. પરંતુ બાળકીનો જન્મ ઓટોમાં જ થઇ ગયો હતો. જેના કારણે તે ખૂબ જ ડરી ગયો અને નવજાત બાળકીને નિર્જન જગ્યાએ છોડીને ભાગી ગયા હતા.

ડિલિવરી થયા બાદ છોકરીની હાલત ખરાબ થઈ ગઈ હતી, અને બંને એ જ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં બાળકીને દાખલ કરવામાં આવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, બાળકીને આવી રીતે છોડીને જતાં તેને પસ્તાવો થયો હતો. તે તેની બાળકીને લઈ જવા માંગે છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. માતાનો DNA ટેસ્ટ કરાવ્યા બાદ બાળકીને માતા-પિતાને સોંપી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp