અમદાવાદના બે યુવક ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબી જતા મોત, મૃતદેહોને પરત મોકલવા..

શનિવારે સાંજે ન્યૂઝીલેન્ડના પશ્ચિમ ઓકલેન્ડના પિહા બિચ પર દરિયામાં ડૂબી જવાના કારણે બે લોકોના મોત થયઇ ગયા હતા. આ બંને યુવક અમદાવાદના હોવાનું કહેવામાં આી રહ્યું છે. ઇન્ડિયન હાઇ કમિશન દ્વારા પણ બંનેના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઘટનામાં સૌરિન નયનકુમાર પટેલ (ઉંમર 28 વર્ષ) અને અંશુલ શાહ (ઉંમર 31 વર્ષ)નું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પિહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા બાદ બોલાવવામાં આવ્યા હતા.

લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતા બે લોકો બેહોશ હાલતમાં હતા. તાત્કાલિક સારવાર આપવા છતા તેમને પુનર્જીવિત કરવામાં અસમર્થ હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે ઑગસ્ટમાં ન્યૂઝીલેન્ડ ગયો હતો, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો અને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ ગયો હતા. ઉલ્લેખનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી જવાના ઘટના સામે આવી છે. ભારતીય હાઇ કમિશન હાલમાં પરિવારજનોના સંપર્કમાં છે અને મૃતદેહોને પરત મોકલવા માટે તજવીજ હાથ ધરી છે.

અંશુલ અને સૌરીન પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા, તેમને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવ્યા હતા, જેમણે તેમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યાં હતા. હેલિકોપ્ટર આવ્યો અને એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરી, એટલામાં એક મહિલા પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદે છે. તેમણે તે વ્યક્તિને કેવી રીતે જોયો તે અમને ખબર નથી.

સર્ફ લાઇફ સેવર્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બે લોકો એક સાથે પાણીમાં ભરાયા હોવાનું માનવામાં આવે છે. તેઓ લાયન રોકની ઉત્તરે મળી આવ્યા હતા. અમે લોકોને નક્કી કરેલી સીમા વચ્ચે લોકોને સ્વિમિંગ કરવા અપીલ કરીએ છીએ, જેથી આવી ઘટના ન બને. ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નરે જણાવ્યું હતું કે, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવ્યું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યૂ કર્યું અને તરત જ બીજા વ્યક્તિને જોયો.

બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ અંતે મૃત જાહેર કરવામાં આવ્યા. અઠવાડિયાના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોના મોત થયા છે. આખા ન્યૂઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા 10 પર પહોંચી છે. શનિવારે સવારે 11:30 આસપાસ તાકાપુનામાં પાણી દુર્ઘટનામાં એકનું મોત થઇ ગયું હતું, જ્યારે શુક્રવારે રાત્રે ઉત્તરના અલગ-અલગ દરિયા કિનારામાં બે લોકોના મોત થયા હતા.

સર્ફ લાઇફ સેવિંગ નોર્ધન રિજનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર મેટ વિલિયમ્સે કહ્યું કે, લોકોએ બીચ પર સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયે સમગ્ર ઓકલેન્ડ અને કોરોમંડલ દરિયાકિનારા પર દુર્ઘટનાઓનો દોર રહ્યો છે અને અમે એક ટ્રેન્ડ જોઇ રહ્યા છીએ. આવી દુર્ઘટના લાઇફગાર્ડ પેટ્રોલિંગ એરિયા અને પેટ્રોલિંગ કલાકોની બહાર બની રહી છે. દરિયો સુરક્ષિત નથી અને તમારો મિત્ર પણ નથી. તેથી મહેરબાની કરીને ભયજનક સપાટી સુધી સ્વિમિંગ કરવા ન જાઓ.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.