26th January selfie contest

MS યુનિવર્સિટીમાં નમાજ પડવા પર વિવાદ, VHPએ ગંગાજળ છાંટીને કર્યો હનુમાન ચાલીસા..

PC: khabarchhe.com

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પરિસરમાં 2 વિદ્યાર્થીઓ દ્વારા નમાજ પડવાનો વીડિયો સોમવારે વાયરલ થઇ ગયો હતો. આ ઘટનાને લઇને માહોલ તણાવપૂર્ણ થઇ ગયો છે. યુનિવર્સિટીના અધિકારીઓ વિવાદ થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, તેઓ બંને વિદ્યાર્થીઓને સલાહ આપશે કે તેઓ ભવિષ્યમાં શૈક્ષણિક સંસ્થામાં નમાજ પડતા બચે. અત્યારે 2 દિવસ અગાઉ જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પરિસરની સંસ્કૃત યુનિવર્સિટીના મુખ્ય દ્વાર બહાર નમાજ પડતા એક દંપતીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી પરિસરમાં નમાજ પડવા પાછળ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સોમવારે યુનિવર્સિટી બહાર એ જગ્યાએ ગંગાજળ છાંટ્યું અને રામ ધૂન તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો, જ્યાં નમાજ પડવાની ઘટના થઇ હતી. વાયરલ વીડિયોમાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી પરિસરની અંદર શિક્ષણ ભવન પાસે 2 યુવકોને નમાજ પડતા જોઇ શકાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી લકુલીશ ત્રિવેદીએ કહ્યું કે, ઘટના બાબતે જાણકારી મળ્યા બાદ યુનિવર્સિટીની સતર્કતા ટીમ ઘટનાસ્થળ પર પહોંચી.

યુનિવર્સિટીની સતર્કતા ટીમે કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે પોલીસ બોલાવી કેમ કે, ઇમારતમાં પરીક્ષા થઇ રહી હતી. બંને B.com બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેમણે પરીક્ષા માટે ભવનની અંદર જવા પહેલા નમાજ પડી. જો કે, તેમની પરીક્ષા થઇ રહી છે એટલે યુનિવર્સિટી પ્રશાસન આગામી દિવસોમાં તેમને કાઉન્સિલિંગ માટે બોલાવશે, જેથી તેમને સમજાવી શકાય કે આ એક શૈક્ષણિક સંસ્થા છે અને તેમણે પરિસરમાં આ પ્રકારની ગતિવિધિઓથી બચવું જોઇએ.

આ દરમિયાન શનિવારના વીડિયોની તપાસ કરતા ખબર પડી જે દંપતી કોઇ અન્ય જિલ્લાનું છે. તે પોતાના દીકરા/દીકરી સાથે આવ્યું હતું, જેમણે 24 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પાસે એક અન્ય ભવનમાં આયોજિત CCCની પરીક્ષામાં સામેલ થવાનું હતું. MSUના જનસંપર્ક અધિકારી લકુલીશ ત્રિવેદીએ કહ્યું કે, અલગ અલગ જિલ્લાઓના લોકો અહીં આવ્યા હતા કેમ કે MSU આખા મધ્ય ગુજરાતનું એકમાત્ર કેન્દ્ર હતું. સુરક્ષા ગાર્ડ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તેમને દૂર નમાજ પડવા કહ્યું. સુરક્ષા ગાર્ડ્સ દ્વારા રોક્યા બાદ દંપતીએ માફી માગી અને ત્યાંથી બીજી જગ્યાએ જતું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp