ગુજરાતમાં ક્રિક્રેટ રમતા-રમતા બે યુવાનોએ જીવ ગુમાવ્યો, એક રાજકોટનો, એક સુરતનો

PC: divyabhaskar.co.in

ગુજરાતામાં એક શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ક્રિક્રેટ રમતા રમતા બે યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે. એક યુવાન રાજકોટનો હતો અને એક સુરતનો. રાજકોટમાં છેલ્લાં 20 દિવસમાં આ ત્રીજી ઘટના છે. તાજેતરમાં કાનપુરમાં પણ બે યુવાનો મેદાન પર ક્રિક્રેટ રમતા રમતા ઢળી પડ્યા છે.ક્રિક્રેટના મેદાનમા પર મોતની ઘટના ગંભીર રીતે વધી રહી છે.

રાજકોટની ઘટનાની વાત કરીએ તો માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ પર રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટૂર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં 31 વર્ષનો જિગ્નેશ ચૌહાણ નામનો યુવાન પણ રમી રહ્યો હતો. જિગ્નેશે પોતાની ટીમ વતી 18 બોલમાં 30 રન ફટકાર્યા હતા અને એ પછી એ આઉટ થઇ ગયો હતો. આઉટ થયા પછી જિગ્નેશ પેવેલિયનમાં ખુરશી પર બેઠો હતો, તે વખતે તેને ત્રણ વખત હાર્ટ એટેક આવી ગયો હતો. જિગ્નેશને હ્દયરોગનો હુમલો થવાને કારણે મેદાન પર સોપો પડી ગયો હતો અને સાથી ખેલાડીઓ તેને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ જિગ્નેશનું મોત થઇ ચૂક્યું હતું.

જિગ્નેશ ચૌહાણ

રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટૂર્નામેન્ટના આયોજક તુષાર રાચ્છે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આજે હેડલાઇન ટીમ અને અબતક ટીમ વચ્ચે મેચ રમાઇ રહી હતી. જિગ્નેશ ચૌહા હેડલાઇન ટીમ તરફથી રમતો હતો, તે આઉટ થયા પછી ખુરશી પર બેઠો હતો અને દશેક મિનિટ થઇ હશે જિગ્નેશ ખુરશી પરથી અચાનક ઢળી પડ્યો હતો. આયોજકે કહ્યુ કે, અમે એક સારો મિત્ર અને સારો ખેલાડી ગુમાવ્યો તેનું દુખ છે.

જિગ્નેશ ચૌહાણને સંતાનમાં 3 વર્ષની દીકરી છે અને જિગ્નેશના પિતા પણ હયાત નથી એના સંજોગોમાં જિગ્નેશના પરિવાર પર આભ તુટી પડ્યું છે.

બીજી ઘટનાની વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં  આવેલા જોલી એન્કલેવમાં રહેતો પ્રશાંત કાંતિલાલ ભારોલિયાનું પણ ક્રિક્રેટ રમતા મોત થયું છે. 27 વર્ષનો પ્રશાંત ક્રિક્રેટ રમીને ઘરે આવ્યો તો તેને  છાતીમાં બળતરા થવા લાગી હતી. તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થયું હતું.

પ્રશાંત

પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે અને તે સુરતમાં તેના પરિવારને મળવા આવ્યો હતો. પરીક્ષા આપવા માટે તે પાછો કેનેડા જવાનો હતો. પ્રશાંતના પિતા સુરતમાં જમીન દલાલીનો બિઝનેસ કરે છે.

રાજકોટમાં 20 દિવસમાં મેદાન પર રમતા રમતા બે યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. રેસક્રોસ મેદાન પર ક્રિક્રેટ રમતી વખતે રવિ ગાવડે નામના યુવાનનું મોત થયું હતું. બેટીંગ કરતી વખતે રવિને ટેનિસ બોલ વાગ્યો હતો એટલે તેણે રનર રાખ્યો હતો અને 22 રને આઉટ થયો હતો. રવિનો શ્વાસ ચઢતો હતો એટલે એક કારમાં બેઠો હતો અને તે પછી અચાનક ઢળી પડ્યો હતો.

બીજી એક ઘટનામાં મારવાડી કોલેજમાં ફુટબોલ રમતા વિવેક ભાસ્કર નામના યુવાનનું મોત થયું હતું.

હ્દયરોગના નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે નિયમિત સ્પોર્ટસ રમતા ન હો અને મેદાન પર રમવા જાઓ તો પહેલાં તમારા ડોકટરો પાસે હાર્ટ ચેક કરાવીને પછી જાવો. શરીર અને હાર્ટની ક્ષમતા કરતા વધારે બોજ આવશે તો હાર્ટ સહન કરી શકતું નથી અને એટેક આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp