Video: વડોદરામાં ગાયે બાઇક પર જતા દંપતિને અડફેટે લીધા, લોહીલુહાણ, સરકાર મોતની...

PC: divyabhaskar.co.in

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાઇક પર જઇ રહેલા એક દંપતિને રસ્તે રખડતી ગાયે અડફેટે લેતા બંને લોહીલુહાણ થઇ ગયા અને માથા ભાગે ગંભીર ઇજા થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના  CCTV સામે આવ્યા છે જેમાં ગાય દંપતિને ઉછાળી દે છે તેવુ સ્પષ્ટ  જોવા મળે છે.આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઢોર વિરોધી કાયદાનો નિર્ણય પાછો ખેંચનારી સરકાર હવે ઢોરની સમસ્યા વિશે કશું બોલતી નથી. લોકોનું કહેવું છે કે શું સરકાર રખડતી ગાયને કારણે લોકોના મોત થાય તેની રાહ જુએ છે?

વડોદરાના ગોત્રીની સૂર્યનગર સોસાસટા રહેતા અને ઓનલાઇન કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરતા કુલદીપ રાઠવા અને મોલમાં નોકરી કરતા તેમના પત્ની ધારાબેન ગુરુવારે બપોરે બાઇક પર તેમના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ગોત્રી સાયન્સ સ્કુલ પાસે રસ્તા પર રખડતી એક ગાય તેમની સામે આવી ગઇ હતી અને ગાયએ દંપતિને ઉછાળી નાંખ્યા હતા, જેને કારણે તેમનું બાઇક ડિવાઇડર સાથે ભટકાયું અને બંનેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દંપતિને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દંપતિના સ્વજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ઘટનાના  CCTV સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે દંપતિ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ગાયએ દંપતિની બાઇક પરને શિંગડા મારીને ઉછાળી નાંખ્યા હતા. બંને લોહીલુહાણ થઇ ગયા હતા. સદનસીબે હાલમાં દંપતિની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સ્થાનિક લોકોમાં પાલિકાની બેદરકારીથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરાના સામાજિક કાર્યકર કમલેશ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હાઇકોર્ટની ટકોર હોવા છતા પાલિકાના પેટનું પાણી હાલતું નથી. મેયર અને કમિશ્નરે રખડતા ઢોરોની સમસ્યા માટે તાત્કાલિક પગલાં લેવા જોઇએ.

રખડતા ઢોરોની સમસ્યા માત્ર વડોદરામાં જ એવું નથી, પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ બધા જ શહેરોમાં છે,ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વખતે ગુજરાત સરકાર ઢોર વિરોધી કાયદો લઇને આવી હતી, પરંતુ પશુપાલકોના ભારે વિરોધને કારણે આ નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો હતો. રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો રોજે રોજ થાય છે. પરંતુ લાગે છે કે સરકાર થોડા મોત થયા પછી કાયદા વિશે વિચારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp