વજૂભાઇ વાળાએ PM મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી દીધી, કહ્યું- કૃષ્ણની જેમ...

PC: PIB

ગુજરાતના રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સામેલ થવા આવેલા રાજ્યના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકમાં રાજ્યપાલ રહી ચૂકેલા વજૂભાઇ વાળાએ બે મોટા નિવેદનો આપીને રાજકારણને ગરમાવી દીધું હતું. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ભાજપ કેટલી જીતશે તેની પર નિવેદન આપ્યુ હતું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્દ મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી દીધી હતી.

રાજકોટ વજૂભાઇ વાળાનું નેટિવ છે અને રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારનું અદકેરું મહત્ત્વ છે. આખું રાજકોટ જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્મય બની જાય છે. શુક્રવારે રાજકોટમાં જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે યોજાયેલી ધર્મ સભામાં ભાગ લેવા પહોંચેલા ભાજપના દિગ્ગજ નેતા વજૂભાઇ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે હિંમત કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે છે. તેમણે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વિશે બોલતા કહ્યું હતું  કે ભાજપમાં અઘરું છે, પરંતુ અશક્ય નથી. ગુજરાતમાં જીતશે તો ભાજપ એમ પણ તેમણે કહ્યુ હતું.

વજૂભાઇ વાળાએ કહ્યુ કે ગુજરાતમાં ત્રીજો,ચોથો કે પાંચમો મોરચો આવે, તો પણ જીતશે તો ભાજપ જ. ભાજપ પણ કોઇ પણ આહવાન કરે છે તો તેને પુરું કરવાની ક્ષમતા ધરાવે છે.

વાળાએ બીજું મહત્ત્વનું નિવેદન એ આપ્યું હતું કે PM મોદીએ ભગવાન કૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્ત્વ આપ્યું નથી. ભગવાન કૃષ્ણએ ધર્મ માટે મામા કંસનો વધ કર્યો હતો. PM મોદી પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો વિરોધી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે અને બધા રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં પડી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે એવું કહ્યુ હતું કે ગુજરાતમાં ભાજપ બધી 182 બેઠકો પર જીત મેળવશે.

જો કે આ વખતે આમ આમ આદમી પાર્ટીને એન્ટ્રીને કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ  થવાનો છે. ભાજપે તો ક્યારનોય ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને આમ આદમી પાર્ટીને નેતા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે અને તેમણે અહીં ગેરંટી આપવાનું શરૂ કરી દીધું છે.કોંગ્રેસે પણ ઝોન વાઇસ ધમધમાટ શરૂ કર્યો છે.

હવે ભાજપના નેતા વજૂભાઇ વાળાએ આમ આદમી પાર્ટી સામે આડકતરી રીતે નિશાન સાધતા કહ્યુ હતું કે ગુજરાતમાં ત્રીજો, ચોથો, પાંચમો કેટલાં પણ મોર્ચા આવે જીતશે તો ભાજપ જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp