ચોરોએ મંદિરને પણ ન છોડ્યું, માતાજીને ચઢાવેલા સોના-ચાંદીના ઘરેણા પર કર્યા હાથ સાફ

PC: divyabhaskar.co.in

વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર આવેલા મંદિરમાં મોડી રાત્રે બે તસ્કરો મંદીમાં માતાજીને ચડાવેલા સોના-ચાંદીના ઘરેણાં અને દાન પેટીની તસ્કરી કરી ગયા. પૂજારીએ સવારે મંદિરની આરતીના સમયે મંદિર ખોલવા જતા મંદિરમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો હોવાની જાણકારી મળતા મંદિરના પૂજારીએ તાત્કાલિક મંદિરના ટ્રસ્ટી મંડળ અને આગેવાનો તેમજ વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.

તસ્કરો મંદિરમાં માતાજીને.ચઢાવેલા સોના-ચાંદીના ઘરેણાંઓ અને 1 દાન પેટીની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓની ભાળ પોલીસને ન મળે તેના માટે હનુમાનજી મંદિર પાસે મુકેલું DVR પણ તસ્કરો ચોરી ગયા છે. વલસાડના જાણીતા પારનેરા ડુંગરે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં જતા હોય છે. પારનેરા ડુંગર પર અંબિકા ચંદ્રિક અને ચામુંડા માતાજી તેમજ મહાકાળી માતાજીનું મંદિર આવ્યું છે.

ગઇ કાલે મધ્ય રાત્રીએ તસ્કરો આ બંને મંદિરમાં માતાજીને અર્પણ કરેલા સોના-ચાંદીના ઘરેણાઓ જેમ કે માતાજીના ચાંદીના મુંગટ, છત્તર, સોનાની નથણી સાહિતના ઘરેણાઓને દાન પેટીની તસ્કરી કરી કરી ગયા હતા. મંદિરમાં સવારે પૂજાના સમયે પૂજારી મંદિરે આવતા મંદિરમાં તસ્કરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મંદિરના ટ્રસ્ટીઓ અને ગામના અગ્રણીઓને ઘટનાની જાણકારી આપી હતી.

વલસાડના પ્રસિદ્ધ પારનેરા ડુંગરા ઉપર આવેલા માતાજીના મંદિરે સોના-ચાંદીના ઘરેણાં એમ મળી કુલ 1.87 લાખની ચોરી થઈ હોવાની જાણકારી વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમને મળતા ગ્રામીણ પોલીસે મંદિરે જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં બંને માતાજીના મંદિરોમાંથી સોના-ચાંદીના ઘરેણાંઓ અને દાન પેટીની ચોરી કરી ગયા હતા. વધુ તપાસ કરતા પોલોસની સરળતાથી આરોપીઓની ભાળ ન મળે તે માટે DVR પણ તસ્કરો ચોરી ગયા છે. ઘટના બાબતે વલસાડ ગ્રામીણ પોલીસની અલગ-અલગ ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp