વેરાવળમાં બેંકકર્મીઓએ લોકોના જમા 2 કરોડના દાગીનાને નકલી કરી દીધા

PC: tv9gujarati.com

ગીર સોમનાથના વેરાવળમાં આવેલ એક્સિસ બેંકમાં નકલી સોનું આપી 2 કરોડનો કૌભાંડ સામે આવ્યો છે. એક્સિસ બેંકના સેલ્સ મેનેજરે ગ્રાહકોના 2 કરોડ રૂપિયાના સોનાને નકલી દાગીનામાં ફેરવી નાખ્યા. પોલીસે આ મામલામાં મેનેજર અને બેંકના વધુ બે કર્મચારીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા પણ સામેલ છે.

પોલીસે જણાવ્યું કે, કાર્યવાહી એક્સિસ બેંકની બ્રાન્ચમાં સેલ્સ મેનેજર રામ સોલંકીની ફરિયાદના આધારે કરવામાં આવી છે. પોલીસનો અંદાજો છે કે છેતરપિંડીની રકમ વધીને 9 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે કારણ કે અત્યાર સુધીમાં બેંકના અધિકારીઓએ દાગીનાના 10 પેકેટોની તપાસ કરી નથી. પોલીસે કહ્યું કે, અરેસ્ટ કરવામાં આવેલા બેંકના કર્મચારીઓની ઓળખ બ્રાન્ચના ગોલ્ડ લોન વિભાગના મેનેજર માનસિંહ ગઢિયા અને અન્ય બે કર્મચારીઓ વિપુલ રાઠોડ અને પિંકી ખેમચંદાનીના રૂપમાં થઇ છે.

ગીર સોમનાથ જિલ્લાના SP મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, આ લોકો પર છેતરપિંડી જેવા ઘણાં ગુનાહિત આરોપોની સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વેરાવળ બ્રાન્ચના ગોલ્ડ વિભાગમાં એક શંકાસ્પદ છેતરપિંડીની જાણ થઇ. પ્રાથમિક તપાસ પછી બ્રાન્ચ મેનેજરે બેંકના 3 કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ કૌભાંડ ત્રણેય કર્મચારીઓ પાછલા બે વર્ષથી કરી રહ્યા હતા.

રાજકોટના તપાસનીશ બેંક અધિકારીઓની સરપ્રાઇઝ ચેકિંગમાં આ ભાંડો ફૂટ્યો. લોન લેનારાઓએ ગીરવે મૂકેલા સોનાના દાગીનાના પાઉચોનું વેરિફિકેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઘણાં પાઉચો એવા નીકળ્યા જેમાં પાઉચ નંબર અલગ અલગ જણાયા અને પાઉચ પર નોંધેલ વજન મુજબનું ગોલ્ડ પણ જણાવ્યું નહીં. માટે શંકા જતા ગોલ્ડ લોન વિભાગના મેનેજર સહિત 3 કર્મીઓ સાથે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી. જેમાં સંતોષકારક જવાબ મળ્યો નહીં. ત્યાર બાદ સરપ્રાઈઝ વિઝીટ પર આવેલા અધિકારીઓએ બ્રાન્ચ મેનેજરને આ બાબતે જાણ કરી. શરૂઆતી તપાસમાં 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની છેતરામણી થઇ હોવાનું સામે આવ્યું છે. દરેક પાઉચની એક એક કરીને તપાસ કરવામાં આવી તો 6 પેકેટમાં નકલી દાગીના રાખ્યા હતા. એટલે કે 2 કરોડના અસલી દાગીનાને બદલીને તેમાં નકલી દાગીના રાખવામાં આવ્યા. આ 426 પાઉચ છે. જેની ફરીવાર તપાસ કરવામાં આવશે.

એસપીએ કહ્યું કે, શુદ્ધતા ઓડિટ થયા પછી જ્યારે પણ કિંમતી સામાન વાળા પેકેટ બેંકની બ્રાન્ચમાં આવતા હતા, તો આ ત્રણેય તેના સીલ ખોલી નાખતા હતા અને અસલી સોનાને નકલી સોનામાં ફેરવી દેતા હતા. આરોપીઓ આ અસલી ગોલ્ડનો ઉપયોગ લોન લેવા માટે એક ડમી ગ્રાહકને બેંક મોકલતા હતા, જેને તેમણે પહેલાથી જ ચોરી લીધું હતું. પોલીસને શંકા છે કે, આ કર્મચારીઓએ આ રીતે લગભગ 400 નકલી ગ્રાહકોને લોન આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp