વેવાઇના મૃતદેહ જોઇને વેવાણને પણ એટેક આવી ગયો, દીકરીએ પિતા અને સાસુ ગુમાવ્યા
પાંડેસરા વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેઢનું મોત થયું હતું, તેમનો મૃતદેહ ઘરમાં હતો તે વખતે સગા સંબંધીઓ ઘરે આવ્યા હતા. એ સમયે મૃતદેહ જોઇને આ આધેઢના વેવાણ પણ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. હજુ તો એક અર્થી ઘરમાં હતી અને વેવાણનું મોત થવાને કારણે બે અર્થી ઉપાડવી પડી વેવાણનું અને વેવાઇ બંનેનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
જાણવા મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા નરેશભાઇ ગુરવની દીકરી આશાબેનને ત્યાં પરણાવેલી છે. એટલે સંબંધમાં તેઓ એકબીજાના વેવાઇ અને વેવાણ થતા હતા. 50 વર્ષની ઉંમરના નરેશભાઇ સવારે ચા પીને બહાર આંટો મારવા ગયા હતા અને પાછા ઘરે આવ્યા અને પત્નીને કહ્યું કે મારે નાસ્તો કરવો છે અને અખબાર વાંચી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. પરિવારના સભ્યો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. તબીબોએ હાર્ટએટેકને કારણે નરેશભાઇનું મોત થયું હોવાનું કહ્યું હતું. તબીબોએ મૃત જાહેર કરવા છતા નરેશભાઇના પરિવારને સંતોષ નહોતો થયો, તેમને આશા હતી કે તેઓ જીવી જશે એટલે બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેએ બચી શક્યા ન હતા.
નરેશભાઇના મૃતદેહને લઇને પરિવારજનો ઘરે આવ્યા અને સગાસંબંધીઓને તેમના મોતના સમાચાર આપ્યા હતા. નરેશભાઇ ગુરવ વહુના પિતા હોવાને કારણે આશાબેન વેવાઇના ઘરે પહોંચ્યા હતા. ફર્સ પર પડેલો નરેશભાઇનો મૃતદેહ જોઇને આશાબેન ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. આશાબેનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
નરેશભાઇની દીકરીએ તો પોતાના પિતા અને સાસુ બંનેને એકસાથે ગુમાવવાનો વારો આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી આપણે સમાચારો સાંભળી રહ્યા છે કે સાવ નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સુરત- રાજકોટ સહિત અન્ય શહેરોમાં ક્રિક્રેટ રમતા યુવાનોને અચાનક હદયરોગનો હુમલો થઇ રહ્યા છે. નરેશભાઇ ગુરવ અને તેમના વેવાણ 50 વર્ષની વયના જ હતા, પરંતુ આવા હાર્ટ એટેના બનાવોએ ચિંતા વધારી દીધી છે. દીલના રોગોના નિષ્ણાત તબીબોએ અને સરકારે આ બાબતે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે કે અચાનક હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં કેમ વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp