સુરતમાં પણ વિજય માલ્યા, કરોડોનું ફુલેકુ ફેરવીને દંપતિ અમેરિકા ફરાર, 100 કરોડ...

બેંકોને કરોડા રૂપિયાનો ચૂનો લગાવીને દેશ છોડીને વિદેશ ભાગી છુટેલા વિજય માલ્યા જેવો બીજો એક વિજય સુરતમાં પણ પેદા થયો છે, જેણે બેંકો સહિત અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે અને જેની સામે મલ્ટીપલ FIR થયેલી છે, સુરતનો વિજય શાહ પત્નીને અમેરિકા શિફ્ટ કરીને હવે પોતે પણ ભારત છોડીને અમેરિકા ભાગી છુટ્યો છે.

હિરેન ભાવસાર

સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રાલિ.ના હિરેન ભાવસારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આરોપ મુક્યો હતો કે , હાઇ- ટેક સ્વીટ વોટર અને શાલિમાર ડાઇંગ મિલના ડિરેકટર વિજય શાહે અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. ભાવસારે દાવો કર્યો હતો કે, હાઇ- ટેક સ્વીટ વોટર મિલને વર્ષ 2018માં 2 કરોડ રૂપિયાનો સામાન આપ્યો હતો, તે વખતે વિજય શાહ અને તેના પત્ની કવિતા શાહ ડિરેકટર હતા. કંપનીએ હજુ 1 કરોડ 42 લાખ 18,770 રૂપિયાની રકમ ચૂકવી નથી. વારંવારની માંગણી છતા તેઓ ગલ્લાતલ્લાં કરતા રહે છે.

હિરેન ભાવસારે કહ્યુ કે જ્યારે અમારી હકની રકમ મેળવવા માટે અમે ઉંડા ઉતર્યા અને જે જાણકારી મળી છે તે ચોંકાવનારી છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT) એપલેટ ટ્રીબ્યુનલ પ્રિન્સીપલ બેંચ, દિલ્હીને જ્યારે અમે અરજી કરી ત્યારે અમારી પાસે વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે.

હિરેન ભાવસારે કહ્યું કે, અમે વિજય શાહ સામે જે આરોપ મુકીએ છે તેના તમામ પુરાવા હાજર છે. વિજય શાહે મેમણ કો, ઓ. બેંકમાંથી લોન લીઘેલી અને પછી તેણે નાદારી નોંધાવેલી અને તેની ધરપકડ પણ થયેલી. એ પછી મેમણ કો,ઓ.બેંક બેંક ઓફ બરોડામાં મર્જ થઇ ગઇ. જોવાની વાત એ છે કે એ પછી પણ બેંક ઓફ બરોડાએ વિજય શાહને ટુકડે ટુકડે કરીને 100 કરોડ રૂપિયાની લોન આપી છે.

વિજય શાહે બેંકઓફ બરોડાની ઘોડદોડ શાખામાંથી 60 કરોડની લોન લીધી હતી. તેની સામે જ 60 કરોડ સામે જે દસ્તાવેજો હતા, તેમાં એક પણ બેંક એન્ટ્રી નહોતી. અમે બેંક ઓફ બરોડામાં પણ રજૂઆત કરી હતી, પરંતુ અમને સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

હિરેન ભાવસારે વિજય શાહના કારસ્તાન વિશે 11 જુલાઇ 2022ના દિવસે PMOને પણ પત્ર લખ્યો છે. થોડા સમય પહેલા ગાંધીનગર, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી એ પછી વિજય શાહની તપાસ ચાલી રહી છે એમ ભાવસારે કહ્યુ હતું.

હિરેન ભાવસારે આગળ કહ્યુ કે, તેમણે 2023માં ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરી હતી તે પછી આ ફરિયાદની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં વિજય શાહના કૌભાંડનો ઘડો ફુટી જશે એવી શક્યતા છે.

વિજય શાહે માત્ર સુરતમા જ કૌભાંડ કર્યું એવું નથી તેની સામે રાજસ્થાનના અજમેર, જયપુર, દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર સહિત અનેક જગ્યાએ FIR થયેલી છે.

ભાવસારે કહ્યુ કે, વર્ષ 2017માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યકિતઓને વેચવાના કેસમાં વિજય શાહ સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને તેણે જેલના સળિયા પાછળ મોકલી આપવામાં આવ્યો હતો.

વિજય શાહ અમેરિકા ભાગી જતા પહેલાં કંપનીના કર્મચારીઓને ડિરેકટર બનાવીને એને સતીષ અગ્રવાલને ડિરેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા, જેથી તેમના પર કોઇ કાર્યવાહી ન થાય.

હિરેન ભાવસારે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે, આ માહિતી આપવાનો આશય એટલો જ છે કે વિજય શાહના કારસ્તાન વિશે લોકો જાણે અને બીજા કોઇ નિદોર્ષ લોકો એની જાળમાં ફસાઇ નહીં.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.