પોલીસકર્મીને અંતિમ વિદાય આખું ગામ હિબકે ચઢ્યું, દીકરાએ કહ્યું- પાપીઓને ફાંસી આપો

PC: gujarattak.in

અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલની જેગુઆર કારની અડફેટે મોતને ભેટેલા  હેડકોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની શુક્રવારે તેમના વતન ગોધરામાં જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. જશવંતસિંહ ચૌહાણના પુત્રએ ધુસ્કે ધ્રુસ્કે રડતા રડતા કહ્યુ કે અમારા ઘરનો દિવો ઓલવી નાંખ્યો, આ પાપીઓને ફાંસીની સજા થવી જોઇએ. ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોની જિંદગી વેરણ છેરણ થઇ ગઇ હતી.

અમદાવાદનો 19 વર્ષના યુવાન તથ્ય પટેલ બુધવારે રાત્રે જેગુઆર કરામાં મિત્રો સાથે પુરપાટ ઝડપે જઇ રહ્યો હતો ત્યારે બ્રિજ પર લોકોની ભીડ હતી. એક અન્ય અકસ્માતને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા. તથ્ય પટેલે આ ભીડ પર કાર ચઢાવી દીધી હતી અને લોકો હવામાં ફંગોળાયા હતા અને 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં અમદાવાદ પોલીસ વિભાગમાં  હેડ કોન્સેટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું પણ મોત થયું હતું.તેઓ ગોધરાના સાંપા ગામના વતની હતા

જશવિંતસિંહ ચૌહાણના પાર્થિવ દેહને શુક્રવારે તેમના સાંપા ગામ લાવવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનો અને ગામ લોકોના કલ્પાંતે આખા ગામને ધ્રુજાવી દીધું હતુ.તેમની અતિંમ યાત્રા નિકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. પંચમહાલ પોલીસ દ્રારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૂળ ગોધરાના વતની જશવંતસિંહ ચૌહાણ 1998થી ગુજરાત પોલીસમાં સેવા બજાવતા હતા અને તાજેતરમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફીક પોલીસ તરીકે ફરજ બજાવતા હતા.જાણવા મળેલી માહિતી મુજબ જશવિંત સિંહ ચૌહાણની ગામમાં એક સારા વ્યકિત તરીકેની છાપ હતી. તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા અને તેમને સંતાનોમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની છે. બંને સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે તો માતા પિતાનો ઘડપણનો સહારો છિનવાયો છે.

જશવંતસિંહ ચૌહાણના સંતાનો હજુ અભ્યાસ કરે છે અને તેમના માતા-પિતા વૃદ્ધ છે એટલે ઘરમાં બીજું કોઇ કમાનાર પણ નથી. સરકારે પરિવારને 4 લાખ રૂપિયાની મદદ કરી છે, પરંતુ તે ક્યાં સુધી ચાલશે તેવું પરિવારે કહ્યું છે.જશવિંતસિંહ ચૌહાણના પુત્રએ કહ્યું હતું કે અમારા પરિવારનો દીવો ઓલવી નાંખ્યો છે, એ પાપીઓને ફાંસીની સજા થવી જોઇએ.

આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના ટ્રાફિક પોલીસ ધર્મેન્દ્ર સિંહ પરમાર પણ મોતને ભેટ્યા હતા તેમના ગામ ચુડામાં જ્યારે તેમની અર્થી નિકળી તો આખું ગામ શોકમગ્ન થઇ ગયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp