જામનગરના ગેંગસ્ટરને લંડનથી ગુજરાત લાવવાનો માર્ગ મોકળો, UK કોર્ટે મંજૂરી આપી

PC: .bhaskar.com

વર્ષ 1999માં પિત્તળની ઠગાઇથી ગુનાખોરીની દુનિયામાં આવેલો જામગરનો એક ગેંગસ્ટર લંડન ભાગી ગયો હતો, UKની કોર્ટે પ્રત્યાપર્પણની અરજી મંજૂર કરી દીધી છે એટલે હવે આ ગેંગસ્ટરને ગુજરાત લાવવાનો માર્ગ મોકળો થયો છે. નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા ભાગેડુઓને પણ સરકાર ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી ભાગેડુઓ લંડનમાં જ છે. જામનગરના આ ગેંગસ્ટર અને જમીન માફીયાએ 42 વર્ષની ઉંમરમાં 42 ગુનાઓ તેના નામે નોંધાયેલા છે. આ ગેંગસ્ટર જામનગરના એક જાણીતા વકીલની હત્યા કરીને વાયા દુબઇ લંડન ભાગી ગયો હતો.

લંડનની જેલમાં સજા કાપી રહેલો જામનગરનો ગેંગસ્ટર જયેશ પટેલ ઉર્ફે જયસુખના પ્રત્યાપર્ણને UKની કોર્ટે મંજૂરી આપી દીધી છે એટલે હવે થોડાક સપ્તાહમાં જયેશ પટેલને ગુજરાત લવાશે. ગુજરાત પોલીસ સતત UKના  સંપર્કમાં છે. UKની કોર્ટમાં જયેશ પટેલની 13 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. જયેશ પટેલ કોર્ટને વિનંતી કરતો રહ્યો હતો કે, મારે ભારત જવું નથી મને એક ખાસ પ્રકારની બિમારી છે અને અધિકારીઓ મને હેરાન કરશે. પણ UKની કોર્ટે તેની બહાનાવાજી માની નથી અને પ્રત્યાપર્ણનો રસ્તો સાફ કરી દીધો છે. જયેશ પટેલ સામે ગુજરાતમા જે ગુના નોંધાયેલા છે તેની સુનાવણી થશે. જો જયેશ પટેલ મોંઢુ ખોલશે તો મોટા નેતાઓ અને અધિકારીઓના નામ બહાર આવશે.

જયેશ પટેલની ગુનાની કુંડળી એવી છે કે તેણે 1999માં પિત્તળની ઠગાઇથી ક્રાઇમની દુનિયામાં પગ મુક્યો હતો એ પછી તેની હિંમત એટલી વધી ગઇ હતી કે ધીમે ધીમે તે જામનગરનો ગેંગસ્ટર અને જમીન માફિયા તરીકે કુખ્યાત થઇ ગયો હતો. જયેશની સામે જમીનના કૌભાંડોના પણ અનેક કેસ થયેલાં છે. ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ (ગુજકોકા)નો પહેલો કેસ જયેશ પટેલ સામે નોંધાયો હતો.

વર્ષ 2018માં જયેશ પટેલ જામનગરના એક જાણીતા એડવોકેટ કિરીટ જોશીની હત્યા કરીને નકલી પાસપોર્ટના આધારે દુબઇના રસ્તે લંડન ભાગી ગયો હતો. એડવોકેટ કિરીટ જોશીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કે જયેશ પટેલે 25 વખત જામીન અરજી કરી હતી, પરંતુ દરેક વખતે કોર્ટે તેની જામીન રદ કરી નાંખી હતી, કારણકે કિરિટ પટેલ તેની જામીન અરજીનો વિરોધ કરતા હતા.

લંડન ભાગી ગયા પછી 2021માં જયેશ પટેલની ધરપકડ થઇ હતી અને તે લંડનની જેલવાસ ભોગવતો હતો. કોઇ પણ એવો ગુનો ન હોય જે જયેશ પટેલે ન આચર્યો હોય, ખંડણી, ધમકી આપવી , જમીન પડાવી લેવી, હત્યા, હત્યાનો પ્રયાસ એ અનેક ગુનામાં જયેશ પટેલ સંડોવાયેલો છે.

જયેશ પટેલે એડવોકેટ કિરિટ જોશીની હત્યા ઉપરાંત બિલ્ડર ગિરિશ ડેરની હત્યાનો પ્રયાસ કર્યો હતો, પ્રોફેસર રાજાણીની કાર પર ફાયરીંગ કર્યુ હતું અને હસમુખ પેઢાધિયાની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp