હવામાન વિભાગે જણાવ્યું આગામી 5 દિવસ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અગાઉ વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં બે દિવસ વરસાદ થવાની શક્યતા છે, તેની સાથે જ વીજળીના ચમકારા અને ગાજ-વીજ સાથે વરસાદ પડવા અને ભારે પવનો ફૂંકવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યૂલેશનના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે.
રવિવારે હવામાન વિભાગે દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે અમદાવાદ, વડોદરા, પાટણ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે. બે દિવસ વરસાદ રહેવાની સંભાવનાઓ છે જેમાં 5 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તથા દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ હળવાથી ગાજ-વીજ સાથે વરસાદની શક્યતા છે. પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં 6 જૂનથી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 4-5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા ન હોવાનું જણાવવામાં આવ્યું છે. 4 તથા 5 જૂનના રોજ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે ચેતવણી આપવામાં આવી છે કે, હવાની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 50 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે. પાંચ દિવસની શક્યતાના છે, જેમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે થયેલા વરસાદ અને ભારે પવનના કારણે વીજ પોલ પડી જવાની ઘટનાઓ પણ બની હતી.
વીજ પોલ ખેતરોમાં પડવાની ઘટનાઓ સાથે મંડપ ઉખડી જવાની અને કાચા મકાનો પર મૂકવામાં આવેલા પતરા ઉડી જવાની ઘટનાઓ પણ બની છે. રાજ્યમાં ગરમીનું જોર વરસાદના કારણે ઘટ્યું છે, રવિવારે સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીનું 41 ડિગ્રી નોંધાયું હતું. જે વિસ્તારોમાં વરસાદ થયો છે ત્યાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી, જ્યારે ગાંધીનગરનું 40 ડિગ્રી નોંધાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp