અમદાવાદની કંપનીએ કર્મચારીઓને કાર વહેંચી,છટણીના વાતાવરણમાં કેવો 'ચમત્કાર'

જ્યારે ગૂગલ અને મેટા જેવી મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે શું તમે સાચું માની શકો છો કે, કોઈ IT કંપની ઈનામ તરીકે કાર ભેટમાં આપે? હા એ વાત સાચી છે. અમદાવાદની એક કંપનીએ આવું જ કર્યું છે. કંપનીએ તેના 13 કર્મચારીઓને ચમચમાતી નવી નક્કોર કાર આપીને પ્રોત્સાહિત કર્યા છે.

દેશ અને દુનિયાની મોટી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને નોકરીમાંથી નીકાળવામાં આવી રહ્યાં છે. કંપનીઓ વધારાના ખર્ચના બહાને કર્મચારીઓની રોજી રોટી છીનવી રહી છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે કંપનીની સફળતાના જો કોઈ ખરા હકદાર હોય તો તે કર્મચારીઓ છે. કર્મચારીઓ કંપનીના પાયાના પથ્થર છે અને હવે તેમને આવી મંદીમાં ન ભૂલી શકાય. આ વાતને અમદાવાદના બોપલની એક IT કંપનીએ ચરિતાર્થ કરીને સાબિત કરી દેખાડી છે.

અમદાવાદ સ્થિત IT કંપની ત્રિધ્યા ટેક આ દિવસોમાં ચર્ચામાં છે. કંપનીએ તાજેતરમાં તેની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. પોતાની પ્રગતિનો શ્રેય કર્મચારીઓને આપતા, કંપનીએ 13 કર્મચારીઓને મોંઘી કાર આપી છે. કંપનીના MD રમેશ મરાંડેએ જણાવ્યું હતું કે તેમની કંપનીએ છેલ્લા 5 વર્ષમાં જે કંઈ હાંસલ કર્યું છે તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને તેમની સખત મહેનત અને કંપની પ્રત્યેની નિષ્ઠાનું સમ્માન કરવા બદલ પુરસ્કૃત કર્યા છે. અમે કમાયેલા પૈસા કર્મચારીઓ સાથે વહેંચવામાં માનીએ છીએ.'

MD રમેશ મરાંડેએ કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે અને ભવિષ્યમાં કર્મચારીઓ માટે આવી વધુ પહેલ કરવામાં આવશે. આવી પહેલ કર્મચારીઓને કંપની માટે વધુ સારું કરવા માટે પ્રોત્સાહિત કરશે. કંપનીમાં સાત વર્ષથી કામ કરી રહેલા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, 'સામાન્ય રીતે IT કંપનીઓના કર્મચારીઓ ઊંચા પગાર માટે 1-2 વર્ષમાં નોકરી બદલી નાંખે છે, તેથી કંપનીએ એક ઉદાહરણ બેસાડ્યું છે કે એક કંપનીમાં ટકીને કામ કરવાનું અને સખત મહેનત કરવાવાળાને પ્રોત્સાહન મળે છે.' અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા સુરત સ્થિત હીરાના વેપારી સવજી ધોળકિયાએ પણ દિવાળી પર તેમના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી અને તેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા, તે ઉપરાંત તેઓ ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.