વડોદરામાં કિરણ મોટર્સે રૂ. 2000ની નોટ નહીં લેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

PC: thewire.in

2000 રૂપિયાના નોટબંધીની તાજેતરની અસર ગુજરાતના વડોદરામાં જોવા મળી છે. અહીં ગેરેજ માલિકે વકીલની કાર માત્ર એટલા માટે ન આપી, કારણ કે બિલના બદલામાં તેને બે-બે હજારની નોટ આપવામાં આવી રહી હતી. મોટર માલિક અને વ્યવસાયે વકીલે તેના ડ્રાઇવરને વાહન લેવા માટે મોકલ્યો હતો.

પરંતુ વર્કશોપના લોકોએ ડ્રાઈવરને ગાડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી ભડકેલો આ વિવાદ પોલીસ સુધી પહોંચ્યો છે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી પછી બે હજારની નોટ બંધ કરી દેવામાં આવી છે. તેના બદલામાં રકમ માટે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, લોકો તેમની 2,000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકમાં જઈ શકે છે.

વડોદરાના વકીલ જયદીપ વર્માએ તેમની કાર સર્વિસ માટે આપી હતી. કિરણ મોટર્સ લિ.માં કારની સર્વિસ કરાવ્યા બાદ વકીલે ડ્રાઈવરને કાર લેવા માટે મોકલ્યો હતો. વર્કશોપના સ્ટાફે ડ્રાઈવરને કહ્યું કે 6,352 રૂપિયાનું કાર સર્વિસ બિલ ચૂકવવું પડશે. આના પર ડ્રાઈવરે જ્યારે બિલ પેમેન્ટ માટે પૈસા આપ્યા તો તેને કાઉન્ટર પર બે હજારની નોટ લેવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. વર્કશોપના કર્મચારીઓએ જણાવ્યું કે બે હજારની નોટનું ચલણ બંધ થઈ ગયું છે. તેથી જ અમે તેને લઈ શકતા નથી.

2,000ની નોટ સ્વીકારવાની ના પાડતા વિવાદ પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો છે. હકીકતમાં, એડવોકેટ જયદીપ વર્માએ 27 મેના રોજ કિરણ મોટર્સ લિમિટેડ વર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી લેખિત ફરિયાદ દાખલ કરી છે. વકીલે રૂ. 2,000ની નોટનો સ્વીકાર ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ અંગે વકીલે હકીકતના આધારે ફરિયાદ દાખલ કરી છે. હવે પોલીસ તેની તપાસ કરી રહી છે અને કાર્યવાહીની વાત કરી રહી છે.

સર્વિસ સેન્ટરથી નારાજ વર્માએ 27 મેના રોજ પોલીસ કમિશનરની ઓફિસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને કિરણ મોટર્સ લિમિટેડ (KML) મેનેજમેન્ટ સામે FIR નોંધવાની માંગ કરી હતી. તેમણે FIRમાં લખાવ્યું હતું કે, 'મેં 26 મેના રોજ છાણીના KML સેન્ટરમાં મારી કારને સર્વિસ માટે આપી. સાંજે, મેં મારા ડ્રાઇવરને કાર લેવા માટે અને બિલ ભરવા માટે મોકલ્યો.

તેણે પેમેન્ટ તરીકે કાઉન્ટર પર રૂ. 2,000ની ત્રણ નોટો આપી, પરંતુ તેણે તે નોટને સ્વીકારવાનો ઇનકાર કર્યો.' વર્માએ મીડિયા સૂત્રોને આગળ કહ્યું કે, 'મારો ડ્રાઇવર એકાઉન્ટ્સ વિભાગમાં પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ તેને કહેવામાં આવ્યું હતું કે તેઓ નોટો સ્વીકારશે નહીં. સ્ટાફે કહ્યું કે જ્યાં સુધી અન્ય મૂલ્યમાં ચુકવણી ન થાય ત્યાં સુધી તેઓ મારી કારની ડીલીવરી કરશે નહીં.'

રૂ. 2,000ની નોટ હજુ પણ કાનૂની રીતે અમલમાં છે એમ કહીને વર્માએ રોકડમાં રકમ ચૂકવવાનો આગ્રહ રાખ્યો અને તે પણ આ જ નોટોનો ઉપયોગ કરીને. તેણે કહ્યું, 'હું પેમેન્ટ વોલેટ્સ કે UPIનો ઉપયોગ કરતો નથી. આટલી નાની રકમ ચૂકવવા માટે, મારે તેમને નેટ બેંકિંગ સાથે લિંક કરવું પડશે અને પછી પૈસા ટ્રાન્સફર કરવા પડશે. રોકડ ચુકવણી ઘણી સરળ હતી અને તેઓએ નોટો સ્વીકારવી જોઈતી હતી.'

જ્યારે KML સેન્ટરના મેનેજર કેતન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, 'જો નોટો ખરાબ હાલતમાં હશે તો અમારા સ્ટાફે તેને સ્વીકારવાની ના પાડી હશે. અમારી પાસે રૂ. 2,000ની નોટ ન સ્વીકારવાની નીતિ નથી. અમે તેમને બિલ આપી દીધૂ છે. અન્ય કોઈ પણ રીતે બિલની ચુકવણીની ઓફર પણ કરી હતી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp