કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ગુનાઓ થાય ત્યારે પ્રિયંકા ક્યાં રહે છે? BJP નેતાનો સવાલ

PC: amarujala.com

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મહિલા સુરક્ષાને લઈને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. મંગળવારે અમદાવાદ પહોંચેલા અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મહિલા કેન્દ્રિત સૂત્ર આપ્યું હતું. પરંતુ જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ બને છે ત્યારે તે ક્યારેય દેખાતી નથી. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા અમદાવાદ પહોંચેલા ઠાકુરે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના દરેક સાથી પક્ષો તેમને છોડી રહ્યા છે.

માહિતી અને પ્રસારણ મંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રિયંકાજીએ UP વિધાનસભાની ચૂંટણી પહેલા 'લડકી હું, લડ સકતી હૂં' સૂત્ર આપ્યું હતું. પરંતુ, જ્યારે કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં મહિલાઓ પર બળાત્કાર, હત્યા અને અપહરણ જેવા ગુનાઓ બને છે, ત્યારે તે ક્યાંય દેખાતી નથી. અનુરાગ ઠાકુરે કહ્યું કે, હું પૂછવા માંગુ છું કે, પ્રિયંકા ગાંધી કઈ બેટીના અધિકારો માટે અવાજ ઉઠાવવા માંગે છે?

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સામેલ ન થવાના સવાલ પર ઠાકુરે કહ્યું કે, દરેક રાજકીય પક્ષ એક પછી એક કોંગ્રેસ છોડી રહ્યા છે. BJPના નેતાએ કહ્યું, કોઈ પણ 'હાથ' (કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ) પકડવા તૈયાર નથી. જે પક્ષો એક સમયે કોંગ્રેસના સાથી હતા તે આજે પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર નથી.' તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, BJP 2023માં યોજાનારી તમામ વિધાનસભાની ચૂંટણીઓ અને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીઓ 2014 અને 2019ની જેમ પ્રચંડ બહુમતી સાથે જીતશે. જ્યારે 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક યોજવા માટેના BJPના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રમતગમત અને યુવા બાબતોના પ્રધાન ઠાકુરે કહ્યું, 'મોદી હૈ તો મુમકીન હૈ.' ઠાકુર સ્પોર્ટ્સ પોર્ટફોલિયો પણ ધરાવે છે. અહીં ઓલિમ્પિકનું આયોજન શક્ય છે, એમ તેમણે જણાવ્યું હતું. તે અમારા મેનિફેસ્ટોમાં છે. ગુજરાતે 36 દિવસમાં નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું જે સાત વર્ષથી યોજાઈ ન હતી.

ભારત હાલમાં G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે વિશ્વ સમક્ષ અમારી સિદ્ધિઓ દર્શાવશે. ગુજરાતની BJP સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, તે 2036 ગેમ્સ માટે હોસ્ટિંગ અધિકારો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp