ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનો છુપો દુશ્મન કોણ છે? કેટલીક માહિતી સામે આવી

દુનિયાભરમાં જાણીતી અને ટોચની અગ્રણી કંપની શ્રીરામક્રિષ્ણા એક્સપોર્ટસ (SRK)ના માલિક ગોવિંદભાઇ ધોળકીયા ભગતના નામથી જાણીતા છે, તેમને લોકો ગોવિંદકાકા તરીકે પણ બોલાવે છે. સામાન્ય રીતે ગોંવિદભાઇની હીરાઉદ્યોગમાં જે ઇમેજ છે તેને કારણે લોકો એવું જ માને કે તેમનો કોઇ દુશ્મન ન હોય શકે, પરંતુ તાજેયરમાં યુક્રેને ઇન્ટરનેશનલ સ્પોનર્સ ઓફ વોર લિસ્ટ જાહેર કર્યું તેમાં SRKનું નામ હતું. આખી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં થી એક જ કંપનીનું નામ આ યાદીમાં હતું. હીરાઉદ્યોગમાંથી જાણવા મળ્યું કે, કોઇ વિદેશી દુશ્મને નહીં, પરંતુ ભારતના જ ઘરમાં એક દુશ્મને યુક્રેનને SRK વિશે માહિતી મોકલી હતી. ભારતના વિદેશ મંત્રાલયે દરમિયાનગીરી કરતા આખરે SRKનું નામ યાદીમાંથી હટાવી લેવામાં આવ્યું છે. જાણવા મળેલી વિગત મુજબ ભાજપના એક ઉચ્ચ નેતાએ ગોવિંદભાઇના દુશ્મનને બોલાવીને ખખડાવ્યા છે.

તમને જણાવી દઇએ કે ડાયમન્ડ ઉદ્યોગ એકબીજાને સહાય કરીને ઉપર આવ્યો છે. ખાસ કરીને પાટીદાર સમાજના ઉદ્યોગસાહસિકોએ તેને આ લેવલે પહોંચાડ્યો છે. પરંતુ કહેવાય છે કે ટોચ પર પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું અને તેનાથી પણ ઉપર જવું તે સૌથી અઘરૂં હોય છે. તમારા ટાંટિયા ખેંચનારા ઘણા હોય છે. અને ખાસ કરીને જે તમારી નજીકના હોય છે તે સૌથી વધુ ખતરનાક દુશ્મન બની શકે છે. કારણ કે તેમની પાસે તમારી જાહેર ન કરવા જેવી તમામ માહિતી હોય છે. હાલ ગોવિંદ ધોળકિયા સાથે તેવું જ થયું છે.

સૂત્રો જણાવે છે કે તેમની ઉપર હુમલો કોઇ બહાર દેશની વ્યક્તિએ નહીં પરંતુ તેમના ઘરના એટલે કે ડાયમન્ડ ઉદ્યોગના લોકોએ જ કર્યો છે. જે તેમના વિશે રજે રજની માહિતી રાખે છે તેમણે જ કર્યો છે. તેનો ખુલાસો છેક કેન્દ્ર સ્તર સુધી થયો છે. કહેવાય છે કે આ માહિતી બહાર આવતા આવું કરનારને છેક દિલ્હીથી ઠપકો આવ્યો છે. આવું કરવું યોગ્ય નથી કારણ કે હવે સુરતના હીરાના વેપારનું હબ બનાવવાનું છે. જો આમ અંદરોૃઅંદર  જ લડાઇ થશે તો બાહરનો લોકો ફાવી જશે. 

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.