ગુજરાત વિધાનસભામાં AAPના લીડર કોણ બનશે? આ બે નામ ચર્ચામાં

PC: twitter.com

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક મહિના કરતા વધારે સમય પુરો થવા છતા આમ આદમી પાર્ટી વિધાનસભામાં પોતાના નેતાનું નામ જાહેર કરી શકી નથી. કોને નેતા બનાવવો એ બાબતે હજુ મનોમંથન જ ચાલી રહ્યું છે.કોંગ્રેસે બે દિવસ પહેલા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામ જાહેર કરી દીધા હતા. હવે બધાની નજર ત્રીજી પાર્ટી પર છે.

CHAITAR VASAVA

ગુજરાત વિધાનસભામાં AAP નેતાનું નામ જાહેર કરવામાં નથી, પરંતુ, એવી ચર્ચા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અથવા જામ જોઘપુરના ધારાસભ્ય હેમંત ખાવાને જવાબદારી સોંપવામાં આવી  શકે છે. આમ આદમી પાર્ટીના સુત્રોનું કહેવું છે કે વિધાનસભામાં AAP નેતા તરીકે હેમંત ખાવાની શક્યતા વધારે છે. એનું કારણ એવું છે કે પાર્ટીએ ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપેલી છે. એટલે શક્ય છે કે ગૃહના નેતા  તરીકે હેમંત ખાવા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે.

HEMANT KHAVA

જામનગર જિલ્લાની જામ જોધપુર સીટ પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડેલા હૈમંત ખાવા 10 નવેમ્બર 2022માં જ AAP સાથે જોડાયા હતા, છતા પાર્ટીએ તેમને ટિકીટ આપી હતી અને ચૂંટણી જીત્યા હતા. તે વખતે હેમંત ખાવા જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ બેંક અને જામ જોધપુર APMCમાં ડિરેકટર હતા. હેમંત ખાવાને 47.45 ટકા વોટ મળ્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવાર હેમંત સાપરિયાને હરાવ્યા હતા.

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં ભારે જોર લગાવ્યું હતું અને AAP નેતાઓની ફોજ ઉતારી દીધી હતી. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની અનેક વખત મુલાકાત લીધી હતી અને મફત વીજળી સહિતના અનેક વચનો આપ્યા હતા. ગુજરાતમાં બીજા મોર્ચો તરીકેનો દાવો કરનાર આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ભલે 5 જ સીટ પર જીત મેળવી હતી, પરંતુ 13 ટકા મત હાંસલ કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા આમ આદમી પાર્ટીના જે 5 ધારાસભ્યો ચૂંટાયા હતા તેમાં બોટાદથી ઉમેશ મકવાણા, ડેડિયાપાડીથી ચૈતર વસાવા, ગારિયાધારથી સુધીર વાઘાણી, વિસાવદરથી ભુપત ભાયાણી એને જામ જોધપુરથી હેમંત ખાવાનો સમાવેશ થાય છે. આ બધા પહેલી જ વાર ધારાસભ્ય બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp