ટ્વીટર પર ‘ગુજરાત આદિવાસી બચાવો’ કેમ ટ્રેન્ડ થઇ રહ્યું છે,શું 14 બંધક છે?

PC: prokerala.com

મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં ગુજરાતના 14 આદિવાસીઓને બંધક બનાવવાને લઇને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પોસ્ટ સામે આવી રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મજૂરી કરવા ગયેલા આદિવાસીઓને મહારાષ્ટ્રના ખેડુતે બંધક બનાવી દીધા છે અને પરત આવવા દેતો નથી.

મહારાષ્ટ્રમાં એક ખેડૂતે કથિત રીતે ગુજરાતના 14 આદિવાસી મજૂરોને બંધક બનાવ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટર કામદારોના પગાર માટે એડવાન્સ 7 લાખ રૂપિયા લઈને ભાગી ગયો હતો. ખેડૂત દ્વારા બંધક બનાવવામાં આવેલા મજૂરોના પરિવારોએ તેમને બચાવવા માટે ગુજરાત સરકાર પાસે મદદ માંગી છે. માનમોડી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નગીન ગાવિતે મીડિયાને જણાવ્યું કે થોડા મહિનાઓ પહેલા મોતા માલુંગાના 14 મજૂરોને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા મહારાષ્ટ્રના તામખેડા પવાર વાડી ગામમાં કૃષિ કામ માટે લઈ જવામાં આવ્યા હતા.

TRIBAL

સોશિયલ મીડિયા પર ગુજરાતના આદિવાસીઓને મહારાષ્ટ્રમાં બંધક કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને છોડાવવા માટે મદદની વિનંતી કરવામાં આવી રહી છે. #गुजरात_आदिवासी_बचाओ હેશ ટેગ સાથે ટ્વીટ કરવામાં આવી રહ્યું છે. આ ટ્વીટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી ગુજરાત, ગુજરાત પોલીસને બારામતીમાં બંધક આદિવાસીઓને છોડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

ટ્વીટર પર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે  કે ગુજરાતના ડાંગ જિલ્લામાંથી રોજગારી માટે 14 આદિવાસી મજૂરો સતારા જિલ્લાની પાસે બારામતી પાસે એત ધનવાન ખેડુતે બંધક બનાવી લીધા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ પર અત્યાચાર અને કિડની વેચવાની ધમકી આપવામાં આવી રહી છે. મંગળવારે સવારથી ટ્વીટર પર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર 10,000થી વધારે ટ્વીટ કરવામાં આવ્યા છે.

નવભારત ટાઇમ્સ ઓનલાઇનના એક અહેવાલમાં સ્થાનિક ધારાસભ્યને ટાંકીમાં કહેવામાં આવ્યું છે કે આવી કોઇ વાત નથી. સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે, ડાંગ પોલીસના માધ્યમથી બારામતી પોલીસ સાથે સંપર્ક કરવામાં આવ્યો  છે અને જાણવા મળ્યું છે કે બંધક જેવી કોઇ વાત નથી. ધારાસભ્યએ કહ્યુ કે આ વાત આદિવાસીઓએ ત્યાં પોલીસ સ્ટેટમેન્ટમાં પણ કહી છે, આમ છતા વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ડાંગ જિલ્લામાંથ કેટલાંક લોકોને બારામતી મોકલવામાં આવી રહ્યા છે, એ લોકો ત્યાં જઇને સાચી વાતનો તાગ મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp