જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે, ગુજરાતના સાંસદે બતાવ્યું આ કારણ

PC: twitter.com

 જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે તેની પર નિષ્ણાતો  મનોમંથન કરી રહ્યા છે, એવા સમયે ભાજપના ગુજરાતના સાંસદે કારણ બતાવ્યું છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ધરતી ફાટ્યા અને ધસી પડ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ જમીન ફાટવાની આવી જ ઘટના સામે આવી છે. જોશીમઠમાં જમીન કેમ ફાટી રહી છે અને ધસી રહી છે તેના કારણોનો અભ્યાસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માટે વસ્તીને જવાબદાર ગણાવી છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન કેમ ધસી રહી છે? નિષ્ણાતો આ માટે નબળા આયોજનને જવાબદાર માની રહ્યા છે ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અલગ જ કારણ આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં જણાવ્યું હતું કે, જોશીમઠમાં વધતી વસ્તીના કારણે જમીન ધસી રહી છે. વસાવાએ જણાવ્યું હતું કે જોશીમઠ સહિતની તમામ કુદરતી આફતો માટે બેરોજગારી, પ્રદુષણ અને વ્યભિચાર સરકારી તંત્ર નહીં પરંતુ વધતી જતી વસ્તી જવાબદાર છે. વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસંતુલન વધી રહ્યું છે. જોશીમઠ સિંકિંગમાં જમીન ફાટ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં જમીન ફાટી ગઈ છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં બોલતા કહ્યુ કે, જોશી મઠની ઘટના માટે વસ્તી વિસ્ફોટ જ માત્ર જવાબદાર છે. વસાવાએ કહ્યું કે, વસ્તી નિયંત્રણ માટે માત્ર જાગૃતિ હોવી જ પુરતી નથી. એના માટે કાયદો હોવો જરૂરી છે.

વસાવાએ લોકસભામાં સરકારને વિનંતી કરી કે સરકાર વસ્તી નિયંત્રણ તાત્કાલિક પગલાં લે, કારણકે વસ્તી વિસ્ફોટ દેશને સામાજિક અને આર્થિક અસંતુલનની સાથે કુદરતી રીતે પણ અસંતુલિત બનાવી રહી છે.

ગુજરાતના સાસંદ મનસુખ વસાવા 65 વર્ષની વયના છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. વસાવા ભરૂચથી લોકસભાના સાસંદ છે. વસાવા વર્ષ 2019માં ચોથી વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. નર્મદામાં જન્મેલા મનસુખ વસાવાને એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં બે વર્ષથી વધુ સમય માટે આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડીગ્રી મેળવી હતી. તેઓ એક વખત ધારાસભ્ય પણ બન્યા હતા.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp