'મારો દીકરો દિવસમાં 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તો તારી પાસે આવે છે ને'

આણંદ ખાતે રહેતા એક યુવક સાથે અમદાવાદની યુવતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિના ફોનમાં કોઇ છોકરીનો ફોન આવ્યો હોવાનું જાણતા આ યુવતીએ તેના પતિને આ બાબતે પૂછ્યું હતું. જેના કારણે તેનો પતિ આવેશમાં આવી ગયો હતો. જો કે, તેમના નિકાહ પહેલા જ તે છોકરી સાથે તેના પતિનો પ્રેમ સંબંધ હોવાનું યુવતીને જાણ થતા આ બાબતે યુવતીએ પોતાની સાસુને જણાવ્યું હતું જે બાદ સાસુએ યુવતીને એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, 'મારો દીકરો દિવસમાં 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તો તારી પાસે આવે છે ને' આવો જવાબ આપીને તેણે તેના દીકરાનો પક્ષ લીધો હતો.

બાદમાં પતિ અને નણંદ બંને ભેગા મળીને આ યુવતી પાસે દહેજની માંગ કરતાં હતા તેમજ યુવતીને માર મારી ત્રાસ આપતા હતા. આટલું ઓછું હોય તેમ ત્રણ વાર પતિએ 'તલાક' કહી દેતા આખરે આ સમગ્ર મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આણંદ ખાતે રહેતા એક યુવક સાથે હાલ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન  થયા હતા. આ યુવતીના લગ્ન વર્ષ 2022મા મુસ્લિમ રિવાજ મુજબ થયા બાદ તે તેના સાસરે રહેવા ગઈ હતી. જે બાદ લગ્નના બે દિવસ પછી આ યુવતીના પતિના ફોન પર એક છોકરીનો ફોન આવ્યો હતો. જો કે, આ બાબતે પતિને યુવતી દ્વારા પૂછવામાં આવતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને ગાળો આપવા લાગ્યો હતો. જે બાદ યુવતીના પતિનો લગ્ન પહેલા જ આ છોકરી સાથે પ્રેમ સંબંધ હોવાનું યુવતીને જાણવા મળ્યું હતું.

જેના થોડા દિવસો બાદ સાસરીમાંથી રિસાઈને આવેલી યુવતીની નણંદ અને ઘરના તમામ લોકોએ ભેગા મળી યુવતી સાથે ઘરકામ બાબતે બબાલ કરી તેને માર માર્યો હતો અને અમે અમારી દીકરીઓને કેટલું બધું આપ્યું છે તું દહેજમાં કંઈ લાવી નથી તેમ કહી દસ લાખ રૂપિયા લઈ આવવા માટેની માંગ કરી હતી.

જો કે, સાસરિયાઓ દ્વારા કરવામાં આવેલી દહેજની માંગ બાદ યુવતીએ દહેજ લાવવાની ના પાડતા યુવતીનો પતિ આવેશમાં આવી ગયો હતો અને તેને માર મારવા લાગ્યો હતો. જે દરમ્યાન ત્યાં હાજર તેની નણંદે તેના બંને હાથ પકડી રાખતા તેના પતિએ તેને માર મારી મૌખિક ત્રણ વાર 'તલાક-તલાક-તલાક' બોલીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

આ સાથે જ યુવતીના પતિએ આ સમગ્ર બાબતને લઈને અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જો કે, સમગ્ર બાબતને લઈને યુવતીએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.