આ મહિલાઓને ભોળી ના સમજતા, આખું ઘર સાફ કરી નાખે છે, પૈસાવાળા પકડે છે

PC: gujarati.news18.com

સુરતના પોશ વિસ્તારમાં રહેતા અમીર પરિવારોમાં, કામની જરૂરિયાત છે તેમ કહી અમીર પરિવારોમાં કામવાળી તરીકે કરવા માટે રહેતી મહિલાઓ સમય મળતાની સાથે જ ઘર સાફ કરી ફરાર થઈ જતી હોવાની સતત ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. આવી જ એક ઘટનામાં 7.80 લાખની ચોરીની એક ફરિયાદના ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ પોલીસને બાતમી મળી હતી. જેમાં તપાસના આધારે સુરત પોલીસે આવી જ રીતે લોકોના ઘરે કામવાળી બની ઘર સાફ કરનારી આંતરરાજ્ય ગેંગની 2 મહિલા સાથે 1 પુરુષની ધરપકડ કરી છે.

સુરતના પોશ કામવાળી તરીકે રાખવામાં આવેલી મહિલાઓ ઘરમાં ચોરી કરીને ફરાર થઈ જવાની સતત ઘટનાઓ સામે આવી રહી હતી. ત્યારે વિશ્વાસ કેળવી બંગલામાંથી લાખોના સોનાના દાગીનાની 24 ફેબ્રુઆરીના રોજ ચોરી થવાની એક ઘટના સામે આવી હતી.  આ ઘટના બાદ સુરત પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસને જાણકારી મળી હતી કે, આંતરરાષ્ટ્રીય મહિલાઓની એક ગેંગ જે સુરતના પોશ વિસ્તારમાં આ પ્રકારે નોકરીની જરૂરિયાતનું બહાનું બનાવીને અમીર પરિવારોમાં કામવાળી તરીકે કામ કરવા લાગે છે.

તે સમય મળતાની સાથે અમીર પરિવારોના ઘર સાફ કરીને જતી રહે છે. ત્યારે 7.80 લાખની ચોરીની એક ફરિયાદના મામલે પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરી હતી. પકડાયેલી આ મહિલાઓની ગેંગ આંતરરાજ્ય ગુના કરતી હતી. ગુજરાતમાં ખાસ કરીને સુરત જે બાદ બિહાર, ઓરિસ્સા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ ગેંગ વિરુદ્ધ નોંધાઇ ચૂક્યા છે. જો કે પોલીસે હાલ તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ ગેંગ ભૂતકાળમાં કયા કયા રાજ્યમાં કયા કયા ગુનામાં સંડોવાયેલી છે તે દિશામાં તપાસ હાથ ધરવા સાથે ચોરીમાં હાંસલ કરેલો મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી પણ હાથ ધરી છે. આ આરોપીઓ શહેરના પોશ વિસ્તારમાં ઘરકામની નોકરીની પોતાને જરૂરિયાત છે અને પોતાની ધરની પરિસ્થતી સારી ન હોવાનું કારણ જણાવી ઘર માલિકનો વિશ્વાસ જીતી લે છે. નોકરી મેળવતા અને ત્યારબાદ મકાનમાં કિંમતી સામાન ક્યાં રાખેલો છે તેની જાણકારી મેળવી માલિકની નજર ન હોય તો કિંમતી સામાન સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવે છે.

થોડા દિવસ અગાઉ ઘર, દુકાન અને નજર ચૂકવી ચોરીને અંજામ આપનારી ખુંખાર આંતરરાજ્ય કંજર ગેંગ સુરતથી પકડાઇ હતી. કંજર ગેંગના 6 સભ્યોને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યા હતા. 4 મહિલા અને બે પુરુષની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ આ ગેંગ પાસેથી પોલીસે 3.35 લાખથી વધુની કિંમતના 51 મોબાઈલ કબજે કર્યા હતા અને 50થી વધુ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા.

સુરત શહેરમાં લોકોના ઘરોમાંથી મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે આંતરરાજ્ય કંજર ગેંગના 6 સભ્યોને પકડી પાડ્યા હતા. પોલીસે 4 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી હતી. તેમજ તેમની પાસેથી પોલીસે 3.35 લાખની કિંમતના જુદા જુદા 51 મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp