બોલો જૂનાગઢમાં મહિલા PSI જ જુગાર રમતા પકડાયા, સસ્પેન્ડ કરાયા

PC: navajivan.in

નોકરી પર રજા મુકીને પોતાના ગામ ગયેલા મહિલા PSIના ગામમાં જુગાર રમવાનું ભારે પડી ગયું છે. પોલીસે પાડેલા દરોડામાં મહિલા PSI પણ જુગાર રમતા પકડાઇ જતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસમાં નોકરી કરતા હોવા છતા મહિલા પોતાને બચાવી શક્યા નહોતા.જિલ્લા પોલીસ વડાએ મહિલા PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સાથે પોલીસ કર્મચારીઓને ચેતવણી પણ આપી છે કે ગેરકાયદે પ્રવૃતિઓથી દુર રહેજો, નહીં તો નોકરી ગુમાવવી પડશે.

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘વાડ જ ચીભડા ગળે’ જુગારીઓને પકડવાનું કામ પોલીસનું છે, પરંતુ જ્યારે પોલીસ પોતે જ જુગાર રમતા પકડાઇ તો પછી કોને ફરિયાદ કરવી? જાણવા મળેલી વિગત મુજબ સોમનાથ મંદિરની સુરક્ષાની જવાબદારી સંભાળતા એક મહિલા PSI રજા લઇને પોતાના ગામ પાદરિયા ગયા હતા. મહિલા PSIને એમ કે પોતે પોલીસમાં છે તો કોણ પકડવાનું? આ મહિલા PSI એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામમાં જુગાર રમવા ગયા હતા. પોલીસને માહિતી મળી અને દરોડા પાડ્યા તો મહિલા PSI પણ જુગાર રમતા રંગે હાથે પકડાયા હતા. જિલ્લા પોલીસ વડાએ મહિલા PSIને સસ્પેન્ડ કરી દીધા છે.

જાણવા મળેલી વિગત મુજબ ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા મહિલા PSI સરોજ વાવૈયા થોડા દિવસો પહેલાં રજા મુકીને પોતાના જૂનાગઢના પાદરિયા ગામ ગયા હતા.

પોલીસને માહિતી મળી હતી કે પાદરિયા ગામની એક વાડીમાં સરફરાજ કુરેશીએ જુગારધામ શરૂ કરર્યું છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PI જે જે પટેલ અને તેમની ટીમે આ જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને 4.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગારધામના સંચાલક સરફરાજ કુરેશી, મયુર વંશ, રાહુલ ભોવાણે, સંજય સારદીયા, ગોપાલ ભંડેરી, દિલીપ વિઠલાણી, ભૂપેન્દ્ર મકવાણા, જીતુ પટેલ, રીના ખૂંટી અને મહિલા PSI સરોજ વાવૈયાની ધરપકડ કરી હતી. પોલીસે આ દરોડો 2 ઓગસ્ટે પાડ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહર સિંહ જાડેજા

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ મહિલા PSI સરોજ વાવૈયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે પણ ચિમકી ઉચ્ચારી છે. આગામી દિવસોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિમાં પકડાશે તો તેની સામે શિક્ષાત્મક પગલાની વાત તેમણે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp