અમદાવાદમાં 3 પતિ ધરાવતી મહિલાએ બોયફ્રેન્ડ પર દુષ્કર્મનો આરોપ મુક્યો પછી...

PC: youtube.com

લગ્ન બાદ પતિ અથવા તો પત્નીના અન્યની સાથે અફેર હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આજે એક એવા કિસ્સાની વાત કરવી છે કે જે સાંભળીને કદાચ તમને પણ ચોંકી જશો. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદમાં એક મહિલાને ત્રણ પતિ હોવા છતાં પણ તેને અન્ય એક વ્યક્તિની સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ મહિલા તેના બોયફ્રેન્ડની સાથે રહેવા લાગી અને એક વર્ષ જેટલો સમય તેની સાથે રહ્યા બાદ તેને બ્રેકઅપ કરી લીધું હતું. બ્રેકઅપ કર્યા બાદ મહિલાએ તેના બોયફ્રેન્ડની સામે દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ દ્વારા આ વ્યક્તિને મહિલાએ લગાવેલા દુષ્કર્મના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. મહત્ત્વની વાત છે કે નિર્દોષ જાહેર થનાર વ્યક્તિ પણ પરિણીત હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહતો એક મહિલાએ ત્રણ અલગ-અલગ વ્યક્તિઓ સામે લગ્ન કર્યા હતા. જો કે આ મહિલા ત્રણ લગ્ન તો કર્યા હતા પણ એક પણ પતિથી છૂટાછેડા લીધા ન હોતા. એટલે મહિલાને ત્રણ પત્ની હોવા છતાં પણ તેને 2016માં સંપર્કમાં આવેલા એક વ્યક્તિની સાથે 2017માં લીવ-ઇનમાં રહેવા લાગી હતી. ત્યારબાદ એક વર્ષ જેટલો સમય સાથે રહ્યા બાદ આ યુવકની સાથે પણ સંબંધ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ બાદ આ મહિલાએ તેના બોયફ્રેન્ડની સામે જ નારોલ પોલીસ સ્ટેશન લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

કોર્ટમાં જ્યારે ટ્રાયલ ચાલી રહી હતી તે સમયે કોર્ટે નોંધ્યું હતું કે, મહિલાએ અગાઉ બે લોકો સાથે લગ્ન કર્યા હતા અને તેને તેમની સાથે છૂટાછેડા લીધા વગર વર્ષ 2017માં ત્રીજા લગ્ન કર્યા હતા. આ ઉપરાંત બોયફ્રેન્ડની સામે દુષ્કર્મનો આક્ષેપ કરનાર મહિલાએ કોર્ટમાં કહ્યું કે, તે તેના જીવનસાથીની વૈવાહિક પરિસ્થિતિની ખબર હતી અને જ્યારે બોયફ્રેન્ડની પત્ની અને સાસરીયાઓને તેના અફેર બાબતે જાણ થઈ અને ત્યારબાદ આ તમામ સમસ્યાઓ શરૂ થઇ હતી, કોર્ટની કાર્યવાહી દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે આ મહિલાએ ભૂતકાળમાં પણ એક વખત આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોર્ટમાં ટ્રાયલ બાદ એડીશનલ સેશન્સ જજ પી.કે.ટી રામે જણાવ્યું હતું કે, મહિલાની જે જુબાની છે તે તેને પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ કરતા અલગ છે. મહિલા પોલીસની ફરિયાદમાં એવું નોંધ્યું છે કે, તેના બોયફ્રેન્ડે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને દુષ્કર્મ કર્યું છે. પણ કોર્ટમાં મહિલા કહી રહી છે કે તેના બોયફ્રેન્ડે ખોટા વચન આપીને સંબંધ બાંધવામાં આવ્યો નહોતો. ત્યારબાદ કોર્ટ દ્વારા સુનાવણીમાં જણાવ્યું હતું કે, પીડિતાથી સંમતિથી કપલ વચ્ચેના જાતીય સંભોગને બળાત્કાર ન કહી શકાય. આ ઘટનામાં પીડિતાની ઉંમર 30 વર્ષની હતી અને તે જ સંમતિ આપી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp