જાપાનમાં દુનિયાનું પહેલું જૈન ગુરુમંદિર બનશે, પ્રતિમા લેવા જાપાનીઝ ગુજરાત આવ્યા

PC: etvbharat.com

દુનિયાના અનેક દેશોમાં જૈન દેરારસો સ્થાપિત છે, પરંતુ દુનિયામાં પહેલીવાર જાપાનમાં જૈન ગુરુમંદિર બનવા જઇ રહ્યું છે. જાપાનથી 12 સભ્યોનું ગ્રુપ જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજીની ગુરુમુર્તિને લેવા માટે ગુજરાતના બનાસકાંઠામાં ખાસ વિમાન લઇને આવ્યા હતા. જાપાનમાં જૈન ધર્મને માનનારા લગભગ 5,000 લોકો છે.

જાપાનના મનોવૈજ્ઞાનિક ડોકટર ચુરૂસુ વર્ષો પહેલાં જૈન ધર્મથી પ્રભાવિત થયા હતા તે પછી તેમનું નામ બદલીને તુલસી કરી દેવામાં આવ્યું હતું. ડોકટર ચુરૂસે જાપાનમાં જૈન ધર્મનો પ્રચાર કરીને અનેક લોકોને માંસ ખાતા છોડાવી દીધા હતા. જાપાનથી ગુરુમુર્તિ લેવા માટે ડોકટર ચુરૂસુની આગેવાની હેઠળ 12 લોકો 31 જુલાઇએ બનાસકાંઠાના નેનાવા ગામે આવ્યા હતા. ગુરુ મુર્તિને જાપાન લઇ જવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રિસ્તુતિક જૈન સંઘ, સુરતના ટ્રસ્ટી અમૃતભાઇ શાહે કહ્યું હતું કે, જૈન વિચારધારા ધરાવતું એક ગ્રુપ જાપાનથી દિલ્હી 12 જુલાઇએ આવ્યું હતું અને ત્યાંથી 31 જુલાઇએ તેઓ બનાસકાંઠામા નેનાવા ગામે પહોંચ્યા હતા. તેઓ જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજીની ગુરુમુર્તિને વિમાન મારફતે લઇ જવા આવ્યા હતા. અમૃતભાઇ શાહે કહ્યું કે, આ ગ્રુપે પ્રતિમાને લગેજ તરીકે ગણવાને બદલે તેની અલગથી ટિકિટ લીધી છે. જાપાનથી આવેલા ગ્રુપે કહ્યું કે, અમારા માટે આ પ્રતિમા નથી, પરંતુ સાક્ષાત ગુરુ ભગવંત છે. એટલે તેમને પણ સીટ પર બિરાજમાન કરીને સન્માનપૂર્વક લઇ જવાશે અને જાપાનના નાગાનૌકેન શહેરમાં સ્થાપિત કરવામાં આવશે.

અમૃતભાઇએ કહ્યું કે વર્ષ 2005માં જાપાનથી એક ગ્રુપ રાજસ્થાનના પ્રવાસે આવ્યું હતું. એ ગ્રુપમાં એક મહિલા હતા જેમનું નામ ડોકટર ચારૂસી હતું. તે વખતે ડોકટર ચારૂસી જૈનાચાર્ય જયંતસેન સૂરિશ્વરજીને મળ્યા હતા. ગુરુદેવને મળીને ડોકટર ચારૂસી એકદમ પ્રભાવિત થયા હતા અને  એ પછી તેઓ જાપાનથી અનેક વખત ભારત આવીને જૈનાચાર્યને મળ્યા.

ડોકટર ચારૂસી રોજના 15થી 18 કલાક નવકાર મંત્રનો જાપ કરતા અને તેમણે હિંદી ભાષા પણ શીખી લીધી હતી. ગુરુદેવે તેમનું નવું નામ તુલસી આપ્યું હતું.

ડોકટર ચૂરૂસીએ એ પછી જાપાનમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો અને અનેક લોકોને માંસાહારથી છોડાવ્યા હતા. સૂરૂચીને દિક્ષા લેવી હતી, પરંતુ ગુરુજીએ કહ્યું હતું કે, તમે દિક્ષા લેશો તો ભારત નહીં છોડી શકો, હજુ તમારે જાપાનમાં ઘણાં કામ કરવાના છે.

આચાર્ય જયંતસેન સૂરીના શિષ્ય નિપુણરત્ન વિજયજીએ કહ્યુ કે, જૈનાચાર્ય જયંતસેનનો મહિમાં માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. જાપાનમાં અનેક ભક્તો છે, જે તેમને ગુરુ તરીકે પુજે છે અને તેઓ હવે ગુરુમુર્તિ જાપાન લઇ  જવા માટે ગુજરાત આવ્યા છે.

જૈનાચાર્ય જયંતસેન સૂરીનો  જન્મ થરાદ નજીક પેપરાલમાં થયો હતો. તેમણે 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને 47 વર્ષે આચાર્ય પદ મેળવ્યું હતું.તેમમે 14 રાજ્યોમાં 1 લાખ કિલોમીટરથી વધારે વિહાર કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ તેમની રાષ્ટ્રસંતની પદવી આપી હતી. એપ્રિલ 2016માં ગુરુદેવ કાળધર્મ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp