ગુજરાતના આ ગામના લોકોએ પતંગ ઉડાડવાનું છોડી દીધું, કારણ જાણીને તમે કહેશો વાહ

On

ગુજરાતના વડોદરાથી 20 Km દૂર આવેલું લુણા ગામ, જ્યાં એક સમયે ઉત્સાહથી પતંગોત્સવ ઉજવવામાં આવતો હતો, તે હવે સારસ પક્ષીઓના સંરક્ષણ માટે એક ઉદાહરણ બની ગયું છે. આ ગામના લોકોએ સારસ પક્ષીની સુરક્ષાને કારણે તેને બચાવવા માટે પતંગ ઉડાડવાનું છોડી દીધું છે. આ પક્ષીઓ દર શિયાળામાં ગામના તળાવની આસપાસના ઝાડમાં માળા બનાવે છે. ગ્રામજનોની આ પહેલથી પક્ષીઓ અને માણસો વચ્ચે એક અનોખો સંબંધ બન્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, લુણા ગામમાં ઉત્તરાયણનો તહેવાર હંમેશા પતંગ ઉડાવવાનો પર્યાય રહ્યો છે. મયુર ચૌહાણ અને તેના મિત્રો 10 દિવસ પહેલાથી જ તેની તૈયારી શરૂ કરી દેતા હતા. 14 જાન્યુઆરીના રોજ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જતું હતું, પરંતુ ચાર વર્ષ પહેલાં સારસ પક્ષીઓના આગમન સાથે બધું બદલાઈ ગયું. આ પક્ષીઓને જોઈને, ગામલોકોએ પતંગ ઉડાડવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો. તેઓ નહોતા ઇચ્છતા કે પતંગની દોરી આ નાજુક પક્ષીઓને નુકસાન પહોંચાડે.

લુણા ગામ માટે, આ સારસ પક્ષી ફક્ત મહેમાન પક્ષીઓ નથી પણ પરિવારનો એક ભાગ છે. દર શિયાળામાં 2,000ની વસ્તીવાળા આ ગામની મુલાકાતે 300થી વધુ સારસ પક્ષીઓ આવે છે. ગામમાં રહેતો મયુર કહે છે કે, મને પતંગ ઉડાડવાનો ખૂબ શોખ છે, પણ છેલ્લા બે વર્ષથી મેં એક પણ પતંગ ઉડાડ્યો નથી. ઉત્તરાયણ દરમિયાન હું ટેરેસ પર જાઉં છું, પણ ફક્ત સારસ પક્ષીઓ પર નજર રાખવા અને પતંગો તેમને ખલેલ પહોંચાડે નહીં તેની ખાતરી કરવા માટે.

કેટલાક ગ્રામજનો જે પોતાને પતંગ ઉડાડતા રોકી શકતા નથી, તેઓ બપોરના સમયે પતંગ ઉડાવે છે, જ્યારે આ પક્ષીઓ તેમના માળામાં આરામ કરતા હોય છે. આ સારસ પક્ષીઓ દાયકાઓથી ગામના તળાવની આસપાસના ઝાડ પર રહે છે, પરંતુ અગાઉ ગામલોકોને તેમના વિશે વધુ ખબર નહોતી. પાદરા તાલુકામાં જીવરક્ષક ફોર એનિમલ્સ સોસાયટી ચલાવતા પ્રવીણ આર્ય અને તેમના પુત્ર રૂપેશે જણાવ્યું હતું કે, લગભગ 10 વર્ષ પહેલાં અમે ગામમાં સારસ પક્ષીઓ વિશે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું અને લોકોને સમજાવ્યું હતું કે, આપણે આ પક્ષીઓનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ.

ધીમે ધીમે ગામલોકોનો આ પક્ષીઓ સાથે ગાઢ સંબંધ બની ગયો અને તેઓ તેમની સંભાળ રાખવા લાગ્યા. આર્યએ કહ્યું કે, લગભગ ત્રણ વર્ષ પહેલાં, કેટલાક લોકો રાત્રે ચોરીછૂપીથી ગામમાં આવતા હતા અને સારસનો શિકાર કરતા હતા. જ્યારે ગામલોકોને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે એક ટીમ બનાવી અને તે વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું, જ્યાં સારસ પક્ષીઓ માળો બાંધે છે. છેવટે, શિકાર થવાનું બંધ થઈ ગયું.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati