ખોડલધામના યુવાન ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ પૂજા કરતા હતા, હાર્ટ એટેકથી મોત

PC: Khabarchhe.com

રાજકોટના ખોડલધામના યુવાન ટ્રસ્ટી, જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભીનું હાર્ટ એટેકને કારણે મોત થયા સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ યુવાન પતિ તેમના ઘરમાં પૂજા કરતા હતા ત્યારે ઢળી પડ્યા હતા.ગુજરાતાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટે એટેકની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થયો છે અને ખાસ કરીને યુવાન લોકો ભોગ બની રહ્યા છે, છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ક્રિક્રેટ રમતા, પ્રેકટીસ કરતા કે લગ્નમાં નાચતા નાચતો યુવાનો મોતને ભેટી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટમાં ખોડલધામના 46 વર્ષના યુવાન ટ્રસ્ટી કલ્પેશ તંતીનું   હદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. કલ્પેશ તંતી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ પણ હતા અને પાટીદાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. કલ્પેશ તંતી તેમના રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા રાજ રેસિડન્સીમાં રહેતા હતા અને નિયમ મુજબ તેઓ તેમના રૂમમાં પૂજા કરવા ગયા હતા. ઘણો સમય થવા છતા જ્યારે કલ્પેશ રૂમમાંથી નીચે ન આવ્યા તો પરિવારના લોકોએ તપાસ કરી તો તેઓ બેભાન હાલતમાં રૂમમાં પડેલા હતા. કલ્પેશને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું, તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું કહ્યું છે.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. જાણવા મળેલી વિગત મુજબ કલ્પેશ તંતી 18 વર્ષના પુત્ર અને 15 વર્ષની પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે. કલ્પેશ તંતીની સનનાયકા નામથી પોલીમર્સની ફેકટરી છે અને તેઓ રીઅલ એસ્સેટ બિઝનેસ સથે પણ સંકળાયેલા હતા.

જાણવા મળેલી વિગત મુજબ કલ્પેશ તંતીનું   મંગળવારે રાત્રે મોત થયું હતું અને તેમના મોતના સમચાર મળતા રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, ભાજપના ઉપાધ્યક્ષ ડો, ભરત બોઘરા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બુધવારે બપોરે જ્યારે કલ્પેશની અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મિત્ર-સ્નહીઓ જોડાયા હતા.

માત્ર 46 વર્ષની વયે એક યુવાન ઉધોગપતિ અને સમાજમાં નામના ધરાવનાર વ્યકિતના મોતથી પાટીદાર સમાજમાં ચિંતાનું મોજું ફેલાયું છે. છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં અને તે પણ ખાસ કરીને રાજકોટ-સુરતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાએ ચિંતા વધારેલી છે.અમુક યુવાનો તો માત્ર 17થી 22 વર્ષની વયના હતા અને કિક્રેટ રમતા રમતા મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પછી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp