UPના આ 1 જિલ્લામાં 3 દિવસમાં 54 લોકોના મોત, 400 હોસ્પિટલમાં...જાણો મામલો

PC: ndtv.in

ઉત્તર પ્રદેશમાં વધતા તાપમાન વચ્ચે બલિયા જિલ્લા હોસ્પિટલમાં છેલ્લાં 3 દિવસમાં 54 લોકોનો મોત થયા છે અને લગભગ 400 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ કહ્યું કે, મોતના અલગ અલગ કારણો છે, પરંતુ એક કારણ ગરમીનું હોય શકે છે. તેમણે કહ્યું કે ભીષણ ગરમીને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પ્રચંડ લૂ ચાલી રહી છે, મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયશ કરતા વધારે છે.

બલિયા જિલ્લામાં મોતના આંકડામાં અચાનક વૃદ્ધિ અને દર્દીઓને તાવ, શ્વાસની તકલીફ અને પરેશાની સાથે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એવામાં હોસ્પિટલ પ્રસાશન પણ એક્શન મોડમાં આવી ગયું છે.બલિયા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેડન્ટ એસ કે યાદવે કહ્યું કે 15 જૂને 23, 16 જૂને 20 અને 17 જૂને 11 દર્દીઓના મોત થયા છે. મતલબ કે છેલ્લાં 3 દિવસોમાં 54 લોકો મોતને ભેટ્યા છે.

આજમગઢ સર્કલના એડિશનલ હેલ્થ ડિરેકટર ડો. બી પી તિવારીએ જણાવ્યું કે લખનૌની એક ટીમ તપાસ માટે આવી રહી છે કે ક્યાંક એવી બિમારી તો નથી કે જેની ખબર ન પડી હોય. વધારે ગરમીને કારણે અથવા વધારે ઠંડીને કારણે શ્વાસના દર્દીઓને, ડાયાબિટીઝ અને બ્લડ પ્રેસરની બિમારીવાળા દર્દીઓને મુશ્કેલી વધી જતા હોય છે. ડો. તિવારીએ કહ્યું કે થોડું તાપમાન વધવાને કારણે મોત થઇ શકે છે.

જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓનો એટલો ધસારો વધી ગયો છે કે સ્ટ્રેચર પણ મળવા મુશ્કેલ થઇ પડ્યા છે. તો કેટલાંક દર્દીઓને ખભા પર ઉંચકીને લઇ જવા પડે તેવી નોબત ઉભી થઇ રહી છે. એડિશનલ હેલ્થ ડિરેકટરે દાવો કર્યો છે કે એક સાથે 10 દર્દી આવે ત્યારે સ્ટ્રેચરની મુશ્કેલી પડે છે, બાકી હોસ્પિટલમાં સ્ટ્રેચર છે.

ચીફ મેડિકલ ઓફિસર (CMO)એ કહ્યું કે આ લોકોને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બધાના સારવાર દરમિયાન મોત થયા છે. તેમણે કહ્યું કે વૃદ્ધો માટે ગરમી સહન કરવી મુશ્કેલ હોય છે.જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દિવાકર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓ અને કર્મચારીઓને લૂના જોખમથી બચવા માટે પંથા, કુલર અને એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

દિવાકર સિંહે લોકોને સલાહ આપી છે કે, જો ખાસ જરૂર ન હોય તો ગરમીમાં ઘરની બહાર નિકળવાનું ટાળો, બહાર નિકળવું પડે તેમ હોય તો ગરમી અને હીટથી બચો. તેમણે કહ્યું કે, લોકોએ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઇએ, હીટ વેવથી બચવા માટે છત્રી, ગોગલ્સ અને દુપટ્ટાનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp