જ્યાં વધુ વાયુ પ્રદૂષણ, ત્યાં વધુ તૂટી રહ્યા છે હાડકાં, નવી સ્ટડીમાં ખુલાસો

PC: thehealthsite.com

એક નવી સ્ટડીમાં આપણા સ્વાસ્થ્ય માટે ડરાવનારી વાત સામે આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જેટલા વધુ વાયુ પ્રદૂષણવાળા શહેર અથવા વિસ્તારમાં તમે રહેશો, તમારા હાડકાં એટલા જ વધુ નબળા બનતા જશે. ઑસ્ટિયોપોરોસિસ જેવી ક્રોનિક બીમારીઓ વધુ હશે. હાડકાં એટલા નાજુક થઈ જશે કે તે હળવી ઈજાથી પણ તૂટી શકે છે. ઉંમરની સાથે ઑસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધતી જાય છે. સામાન્યરીતે એ મહિલાઓ જેમનું મેનોપોઝ થઈ ચુક્યુ હતું. આ સ્ટડી દરમિયાન વૈજ્ઞાનિકોએ એ મહિલાઓના હાડકાંમાં ખનીજોના ઘનત્વની સ્ટડી કરી. એટલે કે મિનરલ્સની ડેન્સિટી તપાસી.

વૈજ્ઞાનિકોએ એ મહિલાઓના ઘરોની આસપાસ નાઈટ્રિક ઓક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને પીએમ 10ની તપાસ કરી. સાથે જ એ મહિલાઓના રેડ બ્લડ સેલ્સના વ્યાસની તપાસ કરી. એટલે કે તેમનું સાચુ સ્વાસ્થ્ય તપાસ્યું. જાણવા મળ્યું કે, જે વિસ્તારોમાં આ ઝેરીલા ગેસો અને પ્રદૂષણનું સ્તર વધુ હતું, તે વિસ્તારોની મહિલાઓના હાડકાં ખૂબ જ નબળાં હતા. ખાસ કરીને ગળું, કરોડરજ્જૂ અને થાપાના હાડકાં.

 

ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીના બાયોમેડિકલ સાયન્ટિસ્ટ ડિડિયર પ્રાડાએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિના હાડકાંની મજબૂતી માત્ર તેના ખાન-પાન પર નિર્ભર નથી કરતી. તે ક્યાં રહે છે, હવામાન કેવુ છે, પ્રદૂષણ કેટલું છે. આ ફેક્ટર્સનું પણ વ્યક્તિના હાડકાંની મજબૂતીમાં મોટું યોગદાન હોય છે. જે શહેરોમાં વધુ વાયુ પ્રદૂષણ હોય છે, ત્યાં રહેતા વ્યક્તિઓમાં હાડકાં તૂટવાનું જોખમ વધુ હોય છે. હાડકાંની તાકાત દિવસે ને દિવસે ઓછી થતી જાય છે.

પ્રાડાની સ્ટડી અનુસાર, નાઈટ્રોજન સાથે સંકળાયેલા પ્રદૂષણકારી તત્વોની સીધી અસર તમારા કરોડરજ્જૂના હાડકાં પર થાય છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં નાઈટ્રોજન સાથે સંકળાયેલા પ્રદૂષણકારી તત્વોના કારણે કરોડરજ્જૂના હાડકાંની સમસ્યાઓમાં 10 ટકાનો વધારો થયો છે. કરોડરજ્જૂના હાડકાંમાં ખનીજોનું ઘનત્વ 1.22 ટકા ઓછું થયુ છે. વાયુ પ્રદૂષણના કારણે હાડકાંની કોશિકાઓ જલ્દી મરવા માંડે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ બને છે, જેના કારણે હાડકાંમાં ઝેરી તત્વો મિક્સ થવા માંડે છે. પરંતુ, પહેલીવાર ડિડિયર પ્રાડાની ટીમને એ વાતના પુરાવા મળ્યા છે કે, નાઈટ્રોજન ઓક્સાઈડ્સના કારણે કરોડરજ્જૂના હાડકાં સહિત શરીરના અન્ય હાડકાંમાં ઘણુ વધારે નુકસાન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp