એલોપેથી ડૉક્ટરના બરાબર પગાર મેળવવાના હકદાર નથી આયુર્વેદ ડૉક્ટરો, SCએ જણાવું કારણ

PC: aajtak.in

ગુજરાત હાઇકોર્ટનો 11 વર્ષ પહેલાનો આયુર્વેદ ડૉક્ટર માટેનો એક ચુકાદો સુપ્રીમ કોર્ટે પલટી નાંખ્યો છે અને કહ્યું કે આયુર્વેદ ડૉક્ટર ઇમરજન્સી સુવિધા આપી શકે નહી, એટલે એલોપેથી તબીબો જેટલો પગાર મેળવવાને હકદાર નથી.

ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2012માં પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આયુર્વેદના ડૉક્ટરો પણ MBBS ડિગ્રી ધરાવતા ડૉક્ટરો જેવો સમાન વહેવાર મેળવવા માટે હકદાર છે. આ નિર્ણયને ઉલટાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આયુર્વેદ ડૉક્ટરો ઈમરજન્સીમાં સુવિધાઓ આપી શકતા નથી, તેથી તેઓ એલોપેથી સમાન વેતન મેળવવા માટે હકદાર નથી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ આદેશને રદ કરી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આયુર્વેદ ડૉક્ટરોની સાથે એલોપેથી ડૉક્ટરો જેવો સમાન વહેવાર થવો જોઇએ. તેમનો પગાર પણ બરોબરનો હોવો જોઇએ. આની સામે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એલોપેથી ડૉક્ટરો જે રીતે ઇમરજન્સી ડ્યૂટી અને ટ્રોમા કેરમાં કુશળતાથી કામ કરી શકે છે, તેવું કાંમ આયુર્વેદ ડૉક્ટરો કરી શકતા નથી.

સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે આયુર્વેદના ડૉક્ટરો માટે જટીલ સર્જરીમાં મદદ કરવી સંભવ નથી, પરંતુ MBBS ડૉક્ટરો આ કામ કરી શકે છે. કોર્ટે કહ્યું કે પોસ્ટમોર્ટમ અથવા ઓટોપ્સીમાં આયુર્વેદ તબીબોની જરૂર પડતી નથી. શહેરો અને કસ્બામાં જનરલ હોસ્પિટલના OPDમાં MBBS ડૉક્ટરો સેંકડો દર્દીઓને ચેક કરી શકે છે, આ કામ આયુર્વેદ ડૉક્ટરો ન કરી શકે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં અલગ-અલગ મેડિકલ સિસ્ટમના ડોક્ટરોને અલગ-અલગ કેટેગરીમાં ગણ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એવું ન કહી શકાય કે એલોપેથી અને આયુર્વેદ પદ્ધતિના ડૉક્ટરો એક જ રીતે કામ કરે છે.

આયુર્વેદ પ્રેક્ટિશનરોના મહત્વ અને વૈકલ્પિક અથવા સ્વદેશી દવાઓની પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ હકીકતને નજર અંદાજ ન કરી શકાય કે બંને શ્રેણીના ડૉક્ટરો સમાન વેતન હકદાર માટે સમાન કામ નથી કરી રહ્યા.

ઘણા લોકો આયુર્વેદ વિશે એવી માન્યતા ધરાવે છે કે તેનો ઈલાજ કરાવવામાં ઘણો લાંબો સમય લાગે છે. સરકારો પણ આયુર્વેદ દવાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 2022 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. PM મોદીએ તે વખતે ક્હ્યુ હતું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે દુનિયાભરમાં 30થી વધારે દેશોએ આયુર્વેદને પારંપારિક દવા તરીકેનો દરજ્જો આપ્યો છે. આપણે માનવતા હિતમાં આયુર્વેદનો સંદેશો વધારેને વધારે દેશોમાં ફેલાવવાનો લક્ષ્યાંક રાખવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp