- Health
- રિસર્ચમાં દાવો 34 પ્રકારના કેન્સરનું મૂળ છે આ 15 વસ્તુઓ
રિસર્ચમાં દાવો 34 પ્રકારના કેન્સરનું મૂળ છે આ 15 વસ્તુઓ
જો તમે પિઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ ફૂડ ખાવાના શોખીન છો, તો તમને કેન્સર થવાનું અને કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે. આ વાતની બ્રિટનમાં 197,000થી વધુ લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં ખબર પડી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય ફૂડ અથવા જંક ફૂડ ખાવાથી કેન્સરના વિકાસ અને મૃત્યુ થવાનું જોખમ વધી શકે છે.
સંશોધકોએ કહ્યું કે, આમાં સૌથી વધુ યુવાનો અને મહિલાઓની સાથે એવા લોકો હતા જેમનો કેન્સરનો કોઈ પારિવારિક ઈતિહાસ નહીં હતો. અભ્યાસ મુજબ મહિલાઓમાં અંડાશયનું કેન્સર (ovarian cancer) વધુ જોવા મળ્યું.

દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ અથવા વર્લ્ડ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર દુનિયામાં કેન્સર વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. કેન્સર એ એક ગંભીર અને જીવલેણ રોગ છે પરંતુ નિષ્ણાતો માને છે કે યોગ્ય સમયે લક્ષણોની ઓળખ અને સારવારથી પીડિતનો જીવ બચી શકે છે. આ નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તમારા દ્વારા ખાવામાં આવતા કેટલાક ખાદ્ય પદાર્થો તમને કેન્સરના મોંમાં ધકેલી રહ્યા છે.
34 પ્રકારના કેન્સરનું મૂળ છે આ વસ્તુઓ
જર્નલ ઇક્લિનિકલ મેડિસિનમાં પ્રકાશિત અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અથવા જંક ફૂડ ખાવાથી તમને એક નહીં પરંતુ 34 અલગ અલગ પ્રકારના કેન્સરનું જોખમ થઈ શકે છે. સંશોધકોએ પોતાના અભ્યાસમાં 197,426 લોકોની ખાવાની આદતોની તપાસ કરી.

19% વધી શકે છે અંડાશયના કેન્સરનું જોખમ
સંશોધકોના જણાવ્યા મુજબ, પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી કોઈપણ કેન્સરનું જોખમ 2% અને અંડાશયના કેન્સરનું જોખમ 19% સુધી વધી શકે છે.
6% સુધી વધી શકે છે મૃત્યુનું જોખમ
એટલું જ નહીં, આ વસ્તુઓથી કેન્સરથી મૃત્યુનું જોખમ 6% સુધી વધી શકે છે જ્યારે અંડાશયના કેન્સરથી મૃત્યુનું જોખમ 30% વધી શકે છે.

કઈ-કઈ વસ્તુઓ વધારે છે કેન્સરનું જોખમ
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની યાદીમાં ફાસ્ટ ફૂડ જેવા ફ્રેન્ચ ફ્રાઈસ, સોડા, કૂકીઝ, કેક, કેન્ડી, ડોનટ્સ, આઈસ્ક્રીમ, સૉસ, હૉટ ડૉગ, સૉસેજ, પેકેજ્ડ સૂપ, ફ્રોઝન પિઝા, રેડી ટૂ ઈટ મીલ ઑઈલી ફૂડ સામેલ છે.

કેવી રીતે બને છે પ્રોસેસ્ડ ફૂડ
સંશોધકોનું કહેવું છે કે, પ્રોસેસ્ડ ફૂડને સ્વાદ વધારવા અને લાંબા સમય સુધી રાખવાના હેતુથી બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે, આ વસ્તુઓને બનાવતી વખતે તેમાં અલગ અલગ પ્રકારના કેમિકલ વાળા રંગ અને એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેને આકર્ષક બનાવે છે.
માત્ર કેન્સર જ નહીં અનેક જીવલેણ રોગોનું જોખમ
છેલ્લા ઘણા અભ્યાસોમાં આ વાત સામે આવી છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું નિયમિત સેવન માત્ર કેન્સર જ નહીં પરંતુ સ્થૂળતા, હાર્ટ એટેક, સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસ અને અહીંયા સુધી કે મૃત્યુનું જોખમ વધી શકે છે.

