બ્રા ના પહેરવાની ભૂલ પડી શકે છે ભારે, જાણી લો તેનાથી થતા નુકસાન

PC: glamour.com

ઘણી મહિલાઓ એવી છે જેમને બ્રા પહેરવી જરા પણ પસંદ નથી હોતી. બ્રા પહેરવાથી ગણી મહિલાઓને ગૂંગળામણનો અનુભવ થાય છે. બ્રા પહેરવાને લઈને મહિલાઓનું કહેવુ છે કે તેમને બંધાઈ ગયા હોવાનો અહેસાસ થાય છે. બ્રાને લઈને અલગ-અલગ હેલ્થ એક્સપર્ટના પોતાના અલગ અભિપ્રાય છે. કેટલાકનું માનવુ છે કે, બ્રા પહેરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી થતું, જ્યારે કેટલાકનું માનવુ છે કે મહિલાઓ માટે બ્રા પહેરવી ખૂબ જ જરૂરી હોય છે. બ્રા પહેરવી અથવા ના પહેરવી આમ તો દરેક મહિલાની પોતાની પર્સનલ ચોઈસ હોય છે પરંતુ, હેલ્થ એક્સપર્ટ તેના વિશે શું કહે છે તે જાણી લો.

બ્રાના ફાયદા વિશે જાણતા પહેલા તમને તમારા બ્રેસ્ટ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. બ્રેસ્ટ ગ્લેંડ્યૂલર ટિશૂ (ગ્રંથિ ટિશ્યૂ) અને ફેટમાંથી બનેલા હોય છે. ન્યૂજર્સીમાં પ્લાસ્ટિક સર્જરીમાં બોર્ડ-સર્ટિફાઈડ પ્લાસ્ટિક સર્જન, એમડી, એલેક્સિસ પાર્સલ્સે જણાવ્યું, બ્રેસ્ટને ફર્મ રાખવા માટે એક લિગામેન્ટ હોય છે, જેને કૂપર લિગામેન્ટ કહેવાય છે. બ્રેસ્ટનો શેપ ગ્લેંડ્યૂલર ટિશ્યૂ અને ફેટ પર નિર્ભર કરે છે.

બ્રા પહેરવી કે ના પહેરવી એ દરેક મહિલાની પોતાની પર્સનલ ચોઈસ હોય છે. જો તમે બ્રા ના પહેરો તો તમારે એ વાતથી ડરવાની જરૂર નથી કે તેનાથી તમે તમારા બ્રેસ્ટને નુકસાન પહોંચાડી રહ્યા છો અથવા બ્રા ના પહેરવાને કારણે કેટલીક બીમારીઓનું જોખમ વધી શકે છે. પરંતુ, કેટલાક સ્પેસિફિક ટાઈમિંગ પર જ્યારે તમે બ્રા નથી પહેરતા તો તેનાથી તમારા બ્રેસ્ટ ડેમેજ થઈ શકે છે. તો તમે પણ જાણી લો બ્રા પહેરવાના કેટલાક ફાયદા અને નુકસાન.

ગરદનમાં થઈ શકે છે દુઃખાવો

બોર્ડ-સર્ટિફાઈડ પ્લાસ્ટિક સર્જન અને ન્યૂયોર્ક સિટીમાં બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન સ્પેશ્યાલિસ્ટ એમ ચેનનું કહેવુ છે કે, જો તમારા બ્રેસ્ટની સાઈઝ વધુ હોય તો બ્રા ના પહેરવાથી તમારી ગરદનમાં દુઃખાવો થઈ શકે છે. ધ જર્નલ ઓફ ઓર્થોપેડિક્સમાં પબ્લિશ એક સ્ટડીમાં બ્રેસ્ટના લાર્જ કપ સાઈઝ અને ખભા અથવા ગરદનમાં દુઃખાવાની વચ્ચે એક લિંક મળી આવી. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, બ્રેસ્ટની સાઈઝ વધુ હોવા પર ટ્રેપેજિયસ માંસપેશિઓ પર ખેંચાણ વધે છે જેને કારણે ગરદનની પાછળથી ખભા સુધી દુઃખાવાનો અનુભવ થાય છે. એવામાં જરૂરી છે કે, બ્રેસ્ટને સપોર્ટ આપવા માટે અને ગરદનને દુઃખાવાથી બચાવવા માટે તમે પરફેક્ટ સાઈઝની બ્રા પહેરો.

સુધરી શકે છે તમારું પોશ્ચર

ઘણી મહિલાઓને બ્રા પહેરવી જરા પણ પસંદ નથી હોતી કારણ કે, બ્રા પહેરવા પર ઘણી અસહજતાનો અનુભવ થાય છે. તેનું એક કારણ યોગ્ય સાઈઝ અને ફેબ્રિકની બ્રા ન પહેરવી હોઈ શકે છે. ખોટી બ્રા પહેરવાથી તમારા બ્રેસ્ટમાં દુઃખાવો થઈ શકે છે. ઘણી એવી મહિલાઓ છે જે ખોટી સાઈઝની બ્રા પહેરે છે. ડૉ. પાર્સલ્સનું કહેવુ છે કે, ખોટી સાઈઝની બ્રા પહેરવાથી તમને અસહજ અનુભવ થઈ શકે છે સાથે જ બ્રેસ્ટમાં દુઃખાવો, હવા પાસ ના થવી જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. સાથે જ તમારા પોશ્ચર પર પણ અસર પડી શકે છે અને બ્રેસ્ટ મસલ્સમાં પણ ખૂબ જ પ્રોબ્લેમ થઈ શકે છે. ડૉ. પાર્સલ્સનું કહેવુ છે કે, જ્યારે તમે એક સારી ફિડેટ બ્રા પહેરો છો તો તેનાથી તમને ખૂબ જ હળવાશનો અનુભવ થશે અને તમને ખ્યાલ નહીં આવશે કે તમે કશું પહેર્યું છે.

ખભા પર નિશાન બનવા

જો તમારી બ્રેસ્ટ સાઈઝ વધુ હોય તો બ્રેસ્ટના ભારથી તમારા ખભા પર બ્રાની પટ્ટીઓના નિશાન બની શકે છે. આ નિશાનોના કારણે તમને ખભામાં દુઃખાવો થઈ શકે છે. એવામાં થોડીવાર માટે બ્રા ઉતારવાથી બેક અને બ્રેસ્ટમાં બ્લડ સર્કુલેશન યોગ્યરીતે થઈ શકે છે જેને કારણે તમારી સ્કિનમાં થનારી બળતરા પણ ઓછી થઈ શકે છે. ડૉ. પાર્સલ્સનું કહેવુ છે કે બ્રેસ્ટમાં યોગ્ય બ્લડ સર્કુલેશન માટે જરૂરી છે કે તમે રાત્રે સૂતી વખતે બ્રા ના પહેરો.

બ્રેસ્ટ લચી પડવાની સંભાવના રહે છે વધુ

ડૉ. ચેને જણાવ્યું, બ્રા પહેરવાથી તમારા બ્રેસ્ટને સપોર્ટ મળે છે. એક સારી બ્રા તમારા બ્રેસ્ટને સપોર્ટ કરે છે અને તેને ઝુકવા અથવા લટકવાથી બચાવે છે. એનલ્સ ઓફ પ્લાસ્ટિક સર્જરીમાં થયેલી એક સ્ટડીમાં સલાહ આપવામાં આવી છે કે, ઉંમર, હાઈ બીએમઆઈ, પ્રેગ્નેન્સી અને સ્મોકિંગના કારણે પણ બ્રેસ્ટ ઝુકવા અને લટકવા માંડે છે.

બ્રેસ્ટ કેન્સર

અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, ઈન્ટરનેટ પર ઘણા પ્રકારની અફવાઓને પગલે માનવામાં આવે છે કે બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર વધે છે. કારણ કે, તેનાથી લિંફ ફ્લોમાં બાધા આવે છે. જોકે, એ જરા પણ સાચી વાત નથી. વર્ષ 2015માં થયેલી એક સ્ટડી અનુસાર, બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ નથી થતું.

એક્સરસાઈઝ દરમિયાન તમારે શા માટે ના થવુ જોઈએ બ્રા લેસ

જો તમે એક્સર્સાઈઝ કરતા હો અથવા રનિંગ માટે જતા હો તો જરૂરી છે કે, તમે બ્રા જરૂર પહેરો. એક્સરસાઈઝ અને રનિંગ કરતી વખતે બ્રા તમારા બ્રેસ્ટને પ્રોટેક્ટ કરે છે. વર્કઆઉટ કરતી વખતે બ્રેસ્ટના લિગામેન્ટ્સ ખેંચાય છે અને લાંબા સમય સુધી બ્રા વિના એક્સરસાઈઝ કરવાથી બ્રેસ્ટનો શેપ પણ ખરાબ થઈ જાય છે. બ્રા વિના ઈન્ટેન્સ વર્કઆઉટ કરતી વખતે બ્રેસ્ટની ચારેબાજુ લિગામેન્ટમાં સ્ટ્રેચ આવી જાય છે જેને કારણે બ્રેસ્ટ લટકવા માંડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp