- Health
- ભુજંગાસન કઈ રીતે કરશો અને તેના ફાયદા, PM મોદીએ શેર કર્યો વીડિયો
ભુજંગાસન કઈ રીતે કરશો અને તેના ફાયદા, PM મોદીએ શેર કર્યો વીડિયો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ એક નવો વીડિયો શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં આસન કરવાની પદ્ધતિ અને તેનાથી થતા લાભ વિશે પણ માહિતી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની પહેલને કારણે દુનિયાભરમાં 21 જુનને વર્લ્ડ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશો તેને માટે મોટું આયોજન કરી રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને માટે તૈયાર છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન 21 જુને સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ વખતે તેઓ ઝારખંડની રાજધાની રાંચીમાં સામાન્ય લોકોની સાથે યાગ કરશે. આ અગાઉ તેઓ રાજધાની દિલ્હી, ઉત્તરાખંડના દેહરાદૂન, ચંડીગઢ અને લખનૌમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ ચુક્યા છે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોને કારણે જ 11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ 21 જુને વિશ્વ યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ભારતના પ્રસ્તાવ પર 170 કરતા વધુ દેશોએ મંજૂરી આપી હતી, જે સંયુક્ત રાષ્ટ્રમાં ઈતિહાસ હતો.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક થ્રીડી વીડિયો શેર કર્યો છે, જેમાં ભુજંગાસન કઈ રીતે કરવું અને તેનાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી છે.
भुजंगासन नियमित रूप से करने पर पीठ दर्द में आराम मिलता है। इस आसन के कई सारे फायदे हैं। #YogaDay2019 pic.twitter.com/QtyK8lzpsc
— Narendra Modi (@narendramodi) 16 June 2019
ભુજંગાસન કરવાના ફાયદાઓ
- આ આસનને નિયમિતરીતે કરવાથી પીઠના દુઃખાવામાં રાહત મળે છે.
- ભુજંગાસન પેટની ચરબીને દૂર કરી કબજિયાતથી મુક્તિ અપાવે છે.
- આ આસન શ્વાસ સંબંધી બીમારીઓને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.
- ગર્ભવતી મહિલાઓ, હર્નિયા અને અલ્સરના દર્દીઓએ આ આસન ના કરવું જોઈએ.
- જો તમારું પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હોય તો ત્રણ મહિના સુધી આ આસન ના કરવું જોઈએ.
- આ આસન નિયમિતરીતે કરવાથી તમારું તન અને મન બંને સ્વસ્થ રહેશે.

