
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તે લોકો સૌથી પહેલા રનિંગ અથવા કાર્ડિયો કરવાનું શરૂ કરે છે કારણ કે, તેમનું માનવુ છે કે કાર્ડિયો અથવા રનિંગથી વેટ લોસ થાય છે. જો તમે પણ એ લોકોમાંથી એક છો જે વેટ અને ફેટ લોસ માટે માત્ર કાર્ડિયો જ કરી રહ્યા છો તો તમે ખોટી રીત અપનાવી રહ્યા છો. કારણ કે, એક IITમાંથી ગ્રેજ્યુએટે કાર્ડિયો કર્યા વિના પોતાનું 18 કિલો વજન ઓછું કરીને પોતાનું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. વજન ઓછું કરનારા IITianનું નામ સિદ્ધાર્થ છે જે બેંગ્લોરમાં રહે છે. તે સર્ટિફાઈડ ફિટનેસ અને ન્યૂટ્રિશન કોચ છે અને યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. સિદ્ધાર્થનું માનવુ છે કે, કાર્ડિયોની જગ્યાએ વેટ ટ્રેનિંગ વધુ પ્રભાવી હોય છે. જો કોઈ ફેટ લોસ કરી રહ્યું હોય તો તેને વેટ ટ્રેનિંગથી 80-90 ટકા ફાયદો મળશે અને કાર્ડિયોથી માત્ર 10-20 ટકા. કાર્ડિયોનો માત્ર ફેટ લોસ માટે ઓપ્શનલ તરીકે પ્રયોગ કરી શકાય છે. સિદ્ધાર્થે કઈ રીતે વજન ઓછું કર્યું છે? તે કાર્ડિયો શા માટે નથી કરતો તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.
સિદ્ધાર્થના જણાવ્યા અનુસાર, તેણે વર્કઆઉટની સાથોસાથ પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેને માટે તેણે પ્રોટીન, ફેટ અને કાર્બ મેક્રોવાળી બેલેન્સ્ડ ડાયટ તૈયાર કરી હતી, જેનાથી તેને ઘણા રિઝલ્ટ મળ્યા. સિદ્ધાર્થ પોતાની મેન્ટેન્સ કેલેરી (24 કલાકમાં શરીર દ્વારા બનાવવામાં આવેલી કુલ એનર્જી અથવા કેલેરી)થી 20-25 ટકા ડેપિસિટમાં રહેતો હતો અથવા તેનાથી ઓછું ખાતો હતો. જેમકે, જો કોઈકની મેન્ટેનન્સ કેલેરી 2000 છે તો તેને મેન્ટેનન્સ કેલેરીના 20-25 ટકા ઓછાં એટલે કે 400-500 કેલેરી ઓછી ખાવી જોઈએ. તેણે 1500-1600 કેલેરી લેવી જોઈએ, તેનાથી તે કેલેરી ડેફિસિટમાં રહેશે અને તેનું વેટ લોસ થવા માંડશે. સિદ્ધાર્થ બધુ જ ખાતો હતો, માત્ર પોતોની કેલેરી અને પ્રોટીન ઈન્ટેકનું ધ્યાન રાખતો હતો.
સિદ્ધાર્થે હંમેશાં પ્રોટીન ઈન્ટેકનું ખાસ ધ્યાન રાખ્યું. તે પોતાની બોડી વેટનું 1.6-1.8 કિલોગ્રામ પ્રતિકિલો બોડી વેટ પ્રમાણે પ્રોટીનનું સેવન કરતો હતો. સિદ્ધાર્થનું પહેલા વજન 78 કિલો હતું તો તે 78*1.8= 140 ગ્રામ પ્રોટીન લેતો હતો. પછી, જેમ-જેમ તેનું વજન ઓછું થતુ ગયુ, તે પ્રમાણે પ્રોટીન લેતો ગયો. આ ઉપરાંત, સિદ્ધાર્થ રોજ 2 ફળ અને લીલા શાકભાજી ખાતો હતો જે ફાયબરના મુખ્ય સોર્સ હોય છે.
View this post on Instagram
આ નાની-નાની વાતો પણ વેટ લોસમાં કરે છે મદદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp