આંખના નંબર ઉતારવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય થશે ફાયદો

PC: medlife.com

ઘણીવાર એવું થાય છે કે, લોકોને નાનપણથી આંખમાં નંબર આવી જતા હોય છે. આંખના નંબર આવવાનું મુખ્ય કારણ હોય છે કે, જે લોકો વધારે પડતું ટીવી જુએ છે, મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે અને પૂરતી ઊંઘ નથી લેતા તેથી આંખોને જે આરામ જોઈએ તે આરામ મળતો નથી અને જેના કારણે આંખો નબળી પડે છે અને નંબર આવે છે. ત્યારે આજે અમે તમને એવા કેટલાક ઉપચાર બતાવીશું તેનાથી તમારી આંખોના નંબર દૂર થશે પરંતુ તેની સાથે સાથે તમને અન્ય ફાયદાઓ પણ મળશે.

બદામ

આંખોની રોશની માટે બદામ ખૂબ સારો ઉપાય છે. બદામ ખાવાથી માત્ર આંખોની રોશની નહીં પરંતુ મગજ પણ તેજ બને છે. રોજ રાત્રે 9થી 10 જેટલી બદામને પાણીમાં પલાળીને સવારમાં ઉઠીને તરત જ બદામને છાલ ઉતારીને ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે.

ત્રિફલા

ત્રિફળાને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનાથી આંખ ધોવાથી આંખો સ્વચ્છ બને છે અને ધીમે ધીમે નંબર પર દૂર થાય છે.

સરસવનું તેલ

સરસવનું તેલ આંખોને સ્વચ્છ રાખવામાં અને આંખોની રોશની બચાવવા માટે ઘણુ ફાયદાકારક છે. રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો આંખના નંબરની સમસ્યામાં ખૂબ જ ફાયદો મળી શકે છે.

ગાજર

 

ગાજરનો રસ પીવાથી કે, ગાજર ખાવાથી આંખો તેજ બને છે. કારણ કે ગાજરમાં વિટામિન A, B અને Cનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત ગાજરના રસનું સેવન કરવાથી શરીરમાં અન્ય પણ ઘણા ફાયદાઓ થાય છે.

વરીયાળી

1 ચમચી વરિયાળી , 2 ચમચી બદામ અને અડધી ચમચી ખાંડને એકસાથે પીસીને ત્યારબાદ તેને રાત્રે દરરોજ સૂતા પહેલા દૂધ સાથે પીવાથી આંખો સ્વસ્થ રહે છે અને નંબરને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

તાંબાના વાસણમાં પાણી પીવું

ભુતકાળમાં લોકો પાણી પીવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરતા હતા જેના કારણે તેઓને જલ્દીથી આંખોની બીમારી થતી નહોતી. તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત રહેવા દેવું અને ત્યારબાદ આ પાણીને સવારે ઉઠીને ખાલી પેટે પી લેવું અને ત્યારબાદ અન્ય જે પાણી વધે તે આખો દિવસ દરમિયાન પીવાથી શરીરમાં પણ ઘણા ફાયદા થાય છે અને આંખોની રોશની પણ તેજ બને છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ હોવાથી તે આંખોને રોશની માટે ફાયદાકારક રહે છે તેથી એક દિવસમાં બે અથવા ત્રણ કપ ગ્રીન ટી પીવાથી ફાયદો મળી શકે છે.

આંબળાનો મુરબ્બો

આંબળા ખાવાથી શરીરમાં આંખની રોશની સાથે સાથે ઘણા ફાયદાઓ થાય છે આયુર્વેદમાં પણ આમળાનું ઘણું મહત્ત્વ છે. કેટલીક દવાઓ બનાવવા માટે પણ આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આંબળાના મુરબ્બાને દિવસમાં બે વખત ખાવાથી આંખની રોશનીમાં ઘણો ફાયદો મળી શકે છે.

ગાયનું ઘી

ગાયનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી ગાયના દૂધમાંથી બનાવવામાં આવેલા ઘીથી રોજ કાનની પાછળ માલિશ કરવામાં આવે તો તેનાથી પણ આખોના નંબર દૂર થાય છે અને આંખોની રોશની વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp