શિયાળામાં નહાતી વખતે આ ભૂલ કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે

PC: medicalnewstoday.com

શિયાળામાં નહાવું કોઇ પડકારથી ઓછું નથી. પણ શું તમને ખબર છે કે નહાવાની રીત તમારા હ્રદયનું સ્વાસ્થ્ય નક્કી કરે છે. કેટલાક લોકો એવા હોય છે કે જે, કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી નહાય છે જે ખતરનાક હોઇ શકે છે. જ્યારે અમુક લોકો ઠંડીમાં એકદમ ગરમ પાણીથી નહાય છે અને તે પણ આપણા હ્રદય માટે જોખમકારક હોઇ શકે છે. ઠંડીના કારણે આપણી રક્ત વાહિકાઓ સંકોચાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે. તેનાથી આપણું હ્રદય દબાણ અનુભવે છે. એવામાં ઠંડા પાણી કે ગરમ પાણીથી નહાવું જોખમકારક હોઇ શકે.

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, હુંફાળુ પાણી આપણા શરીરને અચાનક ઝાડકો નથી આપતું અને તે શરીરના તાપમાનને બનાવી રાખે છે. વાસ્તવમાં હુંફાળુ પાણી શરીરના તાપમાનને વધારે છે અને બ્લડ સર્ક્યુલેશનને પ્રોત્સાહન આપે છે.

શિયાળામાં જ્યારે આપણે ઠંડા પાણીના સંપર્કમાં આવીએ છીએ તો આખુ શરીર કંપી ઉઠે છે. મોહાલી સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. કરૂણ બહલ કહે છે કે, જ્યારે આપણે ઠંડા પાણીના સંપર્કમાં આવીએ છીએ તો આપણું શરીર એ રીતે પ્રતિક્રિયા આપે છે કે જે રીતે કોઇ ઇમરજન્સી છે. બ્લડ સર્ક્યુલેશન ઝડપી ઝઇ જાય છે અને આપણું હ્દય પણ અન્ય અંગોની સુરક્ષા માટે ઝડપથી રક્તને પંપ કરવા લાગે છે. એ રીતે આપાતકાલીન સમયમાં હ્રદય ત્વચા પાસે બ્લડનું સર્ક્યુલેશન રોકાઇ જાય છે જેનાથી આપણે કાંપવા લાગીએ છીએ અને જ્યારે આપણે કાંપવા લાગીએ છીએ હ્રદય પર વધુ દબાણ પડે છે.

જ્યારે, અમુક રીસર્ચમાં એ ખુલાસો પણ થયો છે કે, શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી મેટાબોલિઝમ, રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને કેટલાક ફિટનેસ પ્રિય લોકો શિયાળામાં ઠંડા પાણીથી નહાય છે પણ એ વાત ભૂલી જાય છે કે, એ રીતના પરિક્ષણોમાં સંપૂર્ણ રીતે ફિટ લોકો શામેલ થાય છે કે, જેમને કોઇ પ્રકારની બિમારી નથી હોતી.

ડો. બહલ કહે છે કે, જ્યારે તમે ઠંડા પાણીથી નહાઓ છો, ત્યારે તમારા હ્રદય પર તણાવ પડે છે. તેથી આપણા હ્રદયના ધબકારા અનિયમિત થઇ જાય છે અને આપણને હાર્ટ એટેક આવી શકે છે. એ રીતે ઠંડીના દિવસોમાં અચાનક ગરમ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરમાં ઝડપથી ઘટાડો આવી શકે છે. જેનાથી હ્રદય પર તણાવ પડી શકે છે. તેથી શિયાળામાં નહાવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઇએ. નહાવાની શરૂઆત પોતાના પગને ધોવાથી કરો અને નહાવાના તુરંત બાદ શરીર પર ટોવેલ લપેટો.

ડો. બહલ કહે છે કે, શિયાળામાં હાર્ટ એટેકના જોખમને ઓછું કરવા માટે હલકુ ભોજન લેવું જોઇએ, પર્યાપ્ત ઉની કપડા પહેરવા જોઇએ. વ્યાયામ કરવો જોઇએ અને જો કોઇ પ્રકારની બિમારી છે તો નિયમિત દવા લેવી જોઇએ. ક્યારે ક્યારે એવી સીઝનમાં હાઇ બ્લડપ્રેશરના દર્દીઓને દવાના વધારે ડોઝની જરૂર પડે છે. તેથી હ્રદય રોગ નિષ્ણાંતની નિયમિત સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp