સુગર ફ્રીના નામ પર આ વસ્તુ તમને બનાવી શકે છે કેન્સરના દર્દી

PC: economictimes.indiatimes.com

પોતાની જિંદગીથી ખાંડને કાઢવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો વચ્ચે આર્ટિફિશિયલ સ્વિટનર નો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. હવે આર્ટિફિશિયલ સ્વીટનર એટલે કે સુગર સબ્સ્ટ્યિુટનો ઉપયોગ લોકો માત્રા ડાયાબિટીસમાં કખંડના વિકલ્પ તરીકે નહીં, પરંતુ વજન ઘટાડવા માટે, પોતાની સ્કિનને હેલ્ધી રાખવા માટે મીઠાને પોતાની જિંદગીથી બહાર ફેકવા માટે કરવા લાગ્યા છે, જ્યારે તે કુત્રિમ મીઠાંસ સામાન્ય ખાંડથી સારી નથી. ઘણી સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વિટરનર અનહેલ્ધી છે અને એક પ્રકારનું મીઠું ઝેર છે.

હાલમાં જ સૌથી વધુ ઉપયોગ કરતા આર્ટિફિશિયલ સ્વીટનર્સમાંથી એક એસ્પાર્ટેમ વર્ષોની શોધ બાદ તપાસના દાયરામાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એસ્પાર્ટેમને માણસો માટે કેન્સરકારી જાહેર કરવા તૈયાર છે. કાર્સિનોજેનિકનો અર્થ છે કેન્સર ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવું. એસ્પાર્ટેમ સૌથી વ્યાપક રૂપે ઉપયોગ કરાતા સ્વીટનર્સમાંથી એક છે. તેનો ઉપયોગ લૉ કેલોરીવાળા ફૂડ્સ અને ડ્રિંક્સમાં કરવામાં આવે છે, પરંતુ તેમાં રેગ્યૂલર સુગરની જેમ જ કેલોરી હોય છે. એસ્પાર્ટેમ રેગ્યુલર સુગરની તુલનામાં 200 ગણું વધુ મીઠું હોય છે, એટલે તેનો ઉપયોગ ઓછી માત્રામાં કરવામાં આવે છે.

આ સવાલ પર દિલ્હીના સાકેત સ્થિત મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના સીનિયર કન્સલ્ટેન્ટ અશોક અંશુલ કહે છે કે, એસ્પાર્ટેમનો ઉપાયો કેલરી વિના એડ કરેલા ફૂડ અને પીવાની વસ્તુઓને મીઠી બનાવવા માટે કરવામાં આવે છે. તેને ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઉતારવામાં આવ્યું જેથી તેઓ સુગર વધાર્યા વિના પોતાના મીઠાની ક્રેવિંગને શાંત કરી શકે. તે સામાન્ય રીતે ભારતમાં સુગર ફ્રી ગોલ્ડ, ઇક્વલ અને ઘણા આર્ટિફિશિયલ સ્વિટનરમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને કોક અને પેપ્સી મેક્સ જેવા ઘણા લોકપ્રિય પેય પદાર્થોમાં પણ થાય છે.

શું છે આર્ટિફિશિયલ સ્વિટનર?

આર્ટિફિશિયલ સ્વીટનર એક પ્રકારનું સુગર સબ્સ્ટિટ્યૂટ છે, જેમને કેટલાક પ્રાકૃતિક અને કેટલાક કેમિકલ્સને મળાવીને બનાવવામાં આવે છે. ઘણા ડાયાબિટીસના દર્દી પણ ખાંડના કારણે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે. આર્ટિફિશિયલ સ્વીટનરનો સ્વાદ ખાંડની જેમ થાય છે, પરંતુ તે ખાંડથી અનેક ગણા મીઠા હોય છે. તેની સાબુદાણા જેટલી એક નાનકડી ગોળી તમારી ચામાં એક કે બે ચમચી ખાંડ બરાબર મીઠાંસ મિશ્ર કરી શકે છે. આર્ટિફિશિયલ સ્વિટનર લેસ કેલોરી કે ઝીરો કેલોરીવાળા હોય છે એટલે દાવો કરવામાં આવે છે કે તેમના સેવનથી તમારું વજન નહીં વધે, પરંતુ એ દાવો પૂરી રીતે સાચો નથી.

આ વસ્તુઓમાં પણ હોય છે આર્ટિફિશિયલ સ્વિટનર:

આર્ટિફિશિયલ સ્વિટનર કોલ્ડ ડ્રિંક્સ, પેક્ડ સ્નેક્સ, પેક્ડ જ્યૂસ, ડેજર્ટ્સ, ચોકલેટ, કાર્બોનેટેડ વોટર, જેમ, કેક, યોગર્ટ, ચ્યુઇંગ ગમ જેવા ઘણા ખાદ્ય પદાર્થ સાથે જ ટૂથપેસ્ટમાં પણ હોય છે. એટલે તમે ભલે આર્ટિફિશિયલ સ્વીટનરનું સીધું સેવન ન કરી રહ્યા હોવ, પરંતુ તમારા શરીરમાં કોઈક ને કોઈક રીતે જઈ રહ્યું છે. કોલ્ડ ડ્રિંક, ડાઈટ કેક અને ઘણા પ્રકારના સ્નેકસમાં ઉપયોગ થતું આર્ટિફિશિયલ સ્વિટનર એટલે કે સુગર સબ્સ્ટિટ્યુટ એસ્પાર્ટેમ કેન્સરની બીમારીનું કારણ બની શકે છે.

WHOએ આર્ટિફિશિયલ સ્વિટનર એસ્પાર્ટેમના ઉપયોગ માટે ચેતવણી જાહેર કરી છે. તેની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC)એ 6-13 જૂન સુધી ફ્રાન્સના લ્યોનમાં એસ્પાર્ટેમ અને કેન્સર વચ્ચેના સંબંધને લઈને એક રિવ્યૂ મીટિંગ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp