26th January selfie contest

શહેનશાહ અમિતાભ બચ્ચને એક ઝાટકે દારૂ અને સિગારેટની લત કેવી રીતે છોડી હતી?

PC: facebook.com/amitabhbachchan

બોલિવુડના શહેનશાહ અમિતાભે પોતાના વ્યસન છોડવાની વાત કરી છે જે અનેક એવા લોકો માટે કામ લાગી શકે છે જેઓ લાંબા સમયથી વ્યસની છે. બચ્ચને કહ્યું કે, એક ઝાટકે આદત છુટી શકે છે અને સાવ સરળ છે.

બોલિવુડમાં નશામાં ધૂત હીરોના ટોપ સીન યાદ કરીએ તો 10માંથી 8 સીન અમિતાભ બચ્ચનનાજ તમને જોવા મળશે.એટલું જ નહીં, તેમણે વર્ષ 1984માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'શરાબી'માં લીડ એકટર તરીકે બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે વર્ષોથી શહેનશાહ બીગ બીને દારૂ અને સિગારેટ જેવા વ્યસન સાથે કોઈ સંબંધ નથી. અમિતાભ બચ્ચને પોતે તે સમયની વાત કરી છે જ્યારે તેમણે એક જ ઝાટકે દારૂ અને સિગારેટની લત છોડી દીધી હતી.

તેણે આગળ બંને આદતો છોડવાના નિર્ણય વિશે શેર કરતા લખ્યું, "સિગારેટની જેમ,નવરાશના વર્ષોમાં પુષ્કળ પ્રમાણમાં, અને છોડવાનો અચાનક અને તાત્કાલિક નિર્ણય અને છોડવાનો માર્ગ ખરેખર ખૂબ જ સરળ છે. તેમણે કહ્યું કે, એ નશાના ગ્લાસને વચ્ચેમાં જ છોડો અને તે જ સમયે ‘સિગ્ગી’ ક્રશ કરો અને પછી સાયોનારા એટલે કે વ્યસનને બાય બાય. વ્યસનછી છુટકારો મેળવવાનો સૌથી સારો ઉપાય. કશું પાર્ટ ટાઇમ નહી.

તેમણે કહ્યું કે, વ્યસન છોડવું જરૂરી છે, એ એક વખતમાં કેન્સર દુર કરી શકે છે અને એક જ ઝાટકે વ્યસન છોડી શકાય છે. જેટલું આપણે ટાળતા રહીશું એટલી લત વધવાની સંભાવના વધારે રહેશે.

અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ પર દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. આવી સ્થિતિમાં સોમવારે તેમણે પોતાના બ્લોગ પર દારૂ અને ધૂમ્રપાનની લત સાથે જોડાયેલી એક ઘટના વિશે લખ્યું. આ બ્લોગમાં, મેગાસ્ટારે જણાવ્યું હતું કે કેવી રીતે એકવાર કોલેજના દિવસો દરમિયાન કેટલાક મિત્રોનું જૂથ સાયન્સ લેબમાં દારૂ પીવા માટે એકત્ર થયું હતું. પરંતુ એ ઘટના પછી એવું બન્યું કે અમિતાભની દારૂ અને સિગારેટની લત છુટી ગઇ. અમિતાભને આ ઘટનાથી જિંદગીનો મોટો સબક શિખવા મળ્યો. બચ્ચને કહ્યું કે, પરીક્ષા જેવી પુરી થઇ ત્યારે કેટલાંક મિત્રોએ પાર્ટી રાખી હતી,પરંતુ પ્રેક્ટીકલની પરીક્ષા બાકી હતી. આ પાર્ટીમાં બચ્ચન જોડાયા હતા, પરંતુ દારૂ પીધા પછી તેમની તબિયત લથડી ગઇ હતી એ પછી તેમણે હમેંશા માટે દારૂ છોડવાનો નિર્ણય લીધો હતો.

જો કે પોતાની પોસ્ટમાં અમિતાભ બચ્ચેને અંતે કહ્યું છે કે દારૂ અને સિગારેટ છોડવી કે પીવી એ દરેક વ્યકિતની અગંત પસંદગી છે. તેમણે આગળ લખ્યુ કે, મેં દારૂ અને સિગારેટ છોડ્યા કારણકે એ મારી પર્સનલ ચોઇસ હતી. વર્ષોથી અમિતાભ બચ્ચને દારૂ અને સિગારેટને હાથ અડાડ્યો નથી.

બીગ બી છેલ્લાં દોઢ મહિનાથી આરામ કરી રહ્યા છે. તાજેતરમાં ‘પ્રોજેક્ટ K’ ફિલ્મની શૂટીંગ દરમિયાન તેમને ઇજા થઇ હતી. તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભ પોતાના ચાહકો સાથે હંમેશા કનેક્શન રાખતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp