ટ્રાવેલ કરવાના 1 કલાક પહેલા ન પીવો ચા કે કોફી, સેલિબ્રિટી ફીટનેસ એક્સપર્ટ રુજુતા

PC: twitter.com

શું તમે રેગ્યુલર ટ્રાવેલ કરો છો અથવા તમે કશે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે સેલિબ્રિટી ન્યુટ્રીશનિસ્ટ રુજુતા દિવેકરની આ ટિપ્સ અપનાવવી જોઈએ. સેલિબ્રિટી ન્યુટ્રીનિસ્ટ રુજુતા દિવેકર ઘણી વખત કોઈ ને કોઈ હેલ્થની ટિપ્સ સૌ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ટ્રાવેલ પહેલા, ટ્રાવેલ દરમિયાન અને ટ્રાવેલ પછી હેલ્ધી રહેવા માટે કેટલીક ટિપ્સ શેર કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar)

ટ્રાવેલ કરવાના એક કલાક પહેલા ચા-કોફી પીવી ન જોઈએ

સેલિબ્રિટી ન્યુટ્રીશનિસ્ટ રુજુતા દિવેકરની માનીએ તો, ઘણી વખત સફર દરમિયાન આપણને ગેસ અને અપચાની સમસ્યા થઈ જતી હોય છે. તેવામાં ટ્રાવેલ કરવાના એક કલાક પહેલા ચા અને કોફી જેવી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ અને તેના એક કલાક પછી પણ આ વસ્તુઓને પીવાથી બચવું જોઈએ. અસલમાં ચા-કોફી ડિહાઈડ્રેશનનું કારણ બને છે અને શરીરમાં ગેસ, અપચો અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા કરે છે.

દરરોજ કરો આ 2 યોગા

જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે યોગા કરવાનું ભૂલવું જોઈએ નહીં. તેવામાં તમારે સૂઈને ઊઠ્યા પછી સૂર્ય નમસ્કારના 5 પોઝ કરવાના છે અને સૂતા પહેલા 5 મિનિટ સુધી બેડ પર જ સુપ્ત બદ્ધ કોણાસન કરવાની કોશિશ કરવી જોઈએ. અસલમાં આ ડાયજેશનને યોગ્ય કરે છે અને ટ્રાવેલ દરમિયાન કબજિયાતની સમસ્યાથી બચાવે છે. આ સિવાય આ બે યોગ તમને સફર દરમિયાન લાગનારો થાક અને શરીર દર્દથી પણ બચવામાં મદદ કરે છે.

હોટલમાંથી ખાઈને નીકળો ખીચડી અથવા દાળ-ભાત

રુજુતા દિવેકર કહે છે કે ટ્રાવેલ દરમિયાન હંમેશાં કોશિશ કરવી જોઈએ કે આપણે પોતાને દરક સંભવ બહારનું અને અનહેલ્ધી ખાવાનું ખાવાથી બચાવીએ. તેવામાં હોટલમાંથી બહાર નીકળતી વખતે જ ખિચડી અથવા દાળ-ભાત ખાઈને જવા જોઈએ. આ સિવાય તમે પોતાની સાથે ઘરેથી પિસ્તા, કાજુ અને સીંગ જેવા ડ્રાયફ્રૂટ્સને લઈને આવી શકો છો જેથી તેને નાસ્તા તરીકે ખાઈ શકો.

જો તમે ટ્રાવેલ દરમિયાન અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખશો તો તમારું ટ્રાવેલિંગ કોઈ પણ જાતની મુશ્કેલી વગર સળતાથી કરી શકશો. આમ પણ ટ્રાવેલ દરમિયાન લોકો પોતાને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખતા હોય છે તો હવે જ્યારે પણ તમે ટ્રાવેલ કરવાના હોવ તો રુજુતા દિવેકરની આ ટિપ્સને ચોક્કસથી ધ્યાનમાં લેજો, જેથી સરળતાથી ટ્રાવેલ કરવાની સાથે હેરાન થયા વગર તેની મજા માણી શકશો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp