- Health
- તમે એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન જમો છો, તો જાણી લો શું નુકશાન થાય છે
તમે એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન જમો છો, તો જાણી લો શું નુકશાન થાય છે
પહેલા લોકો માટીના વાસણમાં જમવાનું બનાવતા હતા પરંતુ જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ-તેમ લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. લોકો અલગ-અગલ ધાતુથી બનેલા વાસણોમાં ભોજન બનાવે છે. ઘણા લોકોના ઘરે સ્ટીલના વાસણ હોય છે, તો કેટલાક લોકોના ઘરે કાંસાના કે, પિત્તળના વાસણ હોય છે પરંતુ મોટા ભાગના લોકોના ઘરમાં વધારે એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન બને છે. લોકો વધારે પ્રમાણમાં એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છે કે, એલ્યુમિનિયમ ઉષ્માનું સારું વાહક છે અને તે અન્ય ધાતુના વાસણોની સરખામણીમાં ટકાઉ અને સસ્તા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવા અને જમવાના કારણે તમારી હેલ્થને નુકશાન થઇ શકે છે.

રિપોર્ટ અનુસાર એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવામાં આવે અને તે ભોજન પ્રતિદિન લેવામાં આવે તો હેલ્થ પર તેની ખરાબ અસર થઇ શકે છે. આ કહેવાનું કારણ એ છે કે, એલ્યુમિનિયમના વાસણમાં બનતા ભોજનથી વ્યક્તિના શરીરમાં પ્રતિદિન 4થી 5 ML જેટલુ એલ્યુમિનિયમ જાય છે પરંતુ મનુષ્યનું શરીર પ્રતિદિન આટલા ML એલ્યુમિનિયમ બહાર કાઢવા માટે સક્ષમ નથી. ઘણી વાર તમે જોયું હશે તો એલ્યુમિનિયમના વસાણમાં બનતા ભોજનો રંગ થોડો બદલાઈ જાય છે. લોકો સસ્તા અને થોડા વધારે ટકતા વાસણ તરીકે એલ્યુમિનિયમના વાસણોની વધારે પ્રમાણે ખરીદી કરતા હોય છે પરંતુ લોકોએ સસ્તા અને ટકાઉ વાસણને લઇને તેમના સ્વસ્થ્યને જ નુકશાન કરી બેસતા બેસતા હોય છે. એલ્યુમિનિયમ શરીરમાં જવાના કારણે વ્યક્તિને નુકશાન થયા છે અને જેના કારણે શરીરમાં કેટલીક બીમારી પણ આવી શકે છે.

શરીરમાં એલ્યુમિનિયમ જવાના કારણે રીયેક્શન થાય છે. મોટા ભાગે એસીડીક પદાર્થો સાથે એલ્યુમિનિયમ શરીરમાં જાય છે અને ત્યારબાદ તે માંસપેશી, કિડની, લીવર અને હાડકામાં જમાં થાય છે. જેના કારણે કેટલીક બીમારી ઉત્પન થાય છે. એલ્યુમિનિયમના પાત્રોમાં બનાવેલું પ્રતિદિન જમવાથી ડીપ્રેશન, યાદશક્તિ નબળી થવી, મોઢામાં છાલા પડવા, દમ થવો, એપેન્ડિક્સ, કિડની ફેઈલ થવી, અલ્ઝાઈમર, આંખોની સમસ્યા અને ડાયેરિયા જેવી બીમારીઓ થઇ શકે છે. આ બીમારીઓથી બચવા માટે લોકોએ માટી અથવા તો લોખંડના વાસણોમાં જ ભોજન બનાવીને જમવું જોઈએ.

