Photos: નાંદેડ હોસ્પિટલમાં ડુક્કરો ફરી રહ્યા છે, દર્દીના પરિજનો ઝાડૂ મારે છે

PC: ndtv.com

દર્દીઓના પરિજનો રોજનું કામ- બ્રશ કરવું, વાસણ કપડા ધોવાનું કામ કરી રહ્યા છે અને તેમની પાસે જ ડુક્કરો ફરી રહ્યા છે. આ દ્રશ્ય છે મહારાષ્ટ્ર સ્થિત નાંદેડની એ હોસ્પિટલનું જ્યાં 48 કલાકમાં 31 દર્દીઓના મોત થયા છે. નાંદેડની આ હોસ્પિટલમાં થયેલી આ મોતો પછી ચર્ચામાં આવેલા મુદ્દાઓમાં સ્વચ્છતા ન જાળવવાનો મુદ્દો પ્રમુખ રીતે ઉઠ્યો છે. જેની ઝલક બુધવારે જોવા મળી.

ડૉ. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નાળીઓ પ્લાસ્ટિકની બોટલો અને રેપરોથી ભરેલી જોવા મળી. જ્યારે કચરાના ઢગલાઓ પર ડુક્કરો દેખાયા.

હોસ્પિટલમાં દર્દીઓના પરિજનો હંગામો કરી રહ્યા છે. આરોપ છે કે, દવા અને સ્ટાફ પૂરતા પ્રમાણમાં ન હોવાને લીધે દર્દીઓના મોત થઇ રહ્યા છે. 2જી ઓક્ટોબરના રોજ આ મામલો મીડિયા સામે આવ્યો.

રાહુલ નામનો પીડિત મિસ્ત્રીનું કામ કરે છે. તેણે પોતાના બાળકને આ હોસ્પિટલમાં ગુમાવ્યું. તેણે જણાવ્યું કે, શુક્રવારે મારી પત્નીનું બીપી વધી ગયું. શુક્રવારે સવારે 10 વાગ્યે ડીલિવરી થઇ ગઇ. નવજાતને ICU લઇને ગયા. ત્યાર પછી ડૉક્ટરે કહ્યું કે તમારું બાળક જીવિત રહ્યું નથી. બધી દવાઓ બહારથી લાવ્યા હતા. અંદર કશું જ નહોતું. એકપણ દવા મોજૂદ નહોતી. 25 મિનિટમાં 1100 રૂપિયાની દવા લઇને આવ્યા. હજુ પત્નીને જણાવ્યું નથી. દવા અંદરથી લખીને આપી રહ્યા છે અને બહારથી લાવવાનું કહી રહ્યા છે.

અન્ય એક દર્દીના પરિજને કહ્યું કે, સારવાર કરી રહ્યા છે પણ ધીમી ગતિએ. ક્યારેક સ્લાઇન બંધ થઇ ગઇ અને જો નર્સને જાણ કરવામાં આવે છે તો એ કહે છે તમે પોતાના હાથથી બંધ કરી દો અમે થોડીવારમાં આવીએ છીએ. જે ઝાડૂ મારે છે તે પણ કહે છે તે તમે પોતાના બેડની નીચે જાતે જ સફાઇ કરી લો. મેં બે દિવસ જાતે ઝાડૂ લગાવ્યું છે. મારી દીકરીની સ્લાઇન બંધ થઇ ગઇ હતી. મેં જાતે તે લગાવી.

સ્થાનીય પત્રકાર યોગેશ લતકર જણાવે છે કે, સરકારી હોસ્પિટલમાં રેઝિડેન્ટ્સ ડૉક્ટરો પર જવાબદારી છે. તેમના જ ભરોસે આખી હોસ્પિટલ ચાલે છે. સીનિયર ડૉક્ટરોને પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવવામાં વધારે રસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp