- Health
- પ્રાઈવેટ પાર્ટમાં તંબાકૂ શા માટે મૂકે છે મહિલા, ડૉક્ટરોએ આપી આ ચેતવણી
પ્રાઈવેટ પાર્ટમાં તંબાકૂ શા માટે મૂકે છે મહિલા, ડૉક્ટરોએ આપી આ ચેતવણી
નશીલા પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાતા તંબાકુનો પ્રયોગ હવે સેક્સ ડ્રાઈવને બૂસ્ટ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાઓ દ્વારા વજાઈના (ગુપ્તાંગ)માં તંબાકુ મુકીને સેક્સ ડ્રાઈવને બૂસ્ટ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ડૉક્ટર્સનું માનવું છે કે, સેક્સની તલબમાં આવું કરીને મહિલાઓ પોતાના જીવન સાથે રમત રમી રહી છે.
એક તરફ જ્યાં લોકો તેને સેક્સ ડ્રાઈવને બૂસ્ટ કરવાનો ફોર્મ્યૂલા ગણાવી રહ્યા છે, તો બીજી તરફ ડૉક્ટરોએ તેને લઈને ચેતવણી આપી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, આવું કરવાથી તમારે હંમેશાં માટે યૌન સુખથી હાથ ધોવા પડી શકે છે. સ્મોકિંગ પ્રોડક્ટ દ્વારા સેક્સ ડ્રાઈવને બૂસ્ટ કરવું એ મોતને આમંત્રણ આપવા સમાન છે.
આ અંગે એક ડૉક્ટરનું કહેવું છે કે, તંબાકૂ અલ્સર જેવી બીમારીઓનું કારણ બની જાય છે, જે યોનિને સંકોચીને, તેને હાર્ડ બનાવે છે અને તેને હંમેશાં માટે બંધ કરી શકે છે. એટલું જ નહીં, પરંતુ તંબાકૂ સામાન્યરીતે આવતા મેન્સ્ટ્રૂએશનને પણ પ્રભાવિત કરે છે. મેન્સ્ટ્રૂએશન પર અસર પડવાના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડશે.

તંબાકૂ વજાઈના સંકોચાવાનું પણ મોટું કારક બની શકે છે. કારણ કે, વજાઈનામાં તંબાકૂ મુકવાથી તેની અંતરંગ માંસપેશિઓ પાછળની તરફ સરકવા માંડે છે અને તેને કારણે ગુપ્તાંગ નાના થતા જાય છે અને તેના નિયમિત ઉપયોગને કારણે કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.
વજાઈનામાં તંબાકૂ મુકવાના ઘણા બધા કિસ્સાઓ વેસ્ટ આફ્રિકાના સેનેગલમાં સામે આવ્યા છે. આ દેશમાં મહિલાઓ યૌન સુખ મેળવવા માટે પોતાના જીવન સાથે ખિલવાડ કરી રહી છે. આવું કર્યા બાદ મહિલાઓને ચક્કર આવવા, બળતરા થવી જેવી ફરિયાદો પણ થાય છે. તેમ છતા મહિલાઓ આવું કરી રહી છે.

