મૃત લોકોની સારવાર પર ખર્ચ કરાયા 6.9 કરોડ, આયુષ્માન ભારત યોજના પર CAG રિપોર્ટ

આયુષ્માન ભારત યોજનાને લઇ CAGની એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે. જેમાં કહેવામા આવ્યું છે કે, કુલ 3446 દર્દીઓ પર સારવાર માટે કુલ 6.97 કરોડ ખર્ચ કરવામાં આવ્યા જે પહેલેથી જ મૃત છે. ડેટાબેસમાં આ બધા દર્દીઓને મૃત દેખાડવામાં આવ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે આયુષ્માન ભારત યોજનાને લઇ આવી રિપોર્ટ સામે આવી હોય. આ પહેલા પણ કેગ રિપોર્ટમાં કહેવામાં આવેલું કે લગભગ 7.5 લાખથી વધારે લોકોને એક જ મોબાઈલ નંબર પર રજિસ્ટર કરવામાં આવ્યા અને તે નંબર અમાન્ય હતા.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)ને વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ ગરીબોને ફ્રીમાં સારવાર આપવાનો હતો. જેને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શરૂ કરવામાં આવી.
ડેટાબેસમાં થયો ખુલાસો
CAGએ જ્યારે આયુષ્માન ભારત યોજનાના ડેટાબેસનું ઓડિટ શરૂ કર્યું તો તેમાં ઘણા પ્રકારની અનિયમિતતાઓ જોવા મળી. કહેવામાં આવ્યું કે ટ્રાન્સેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ સ્કીમમાં પહેલાથી જ મૃત જાહેર દર્દીઓની સારવાર સતત ચાલુ હતું અને તેમની સારવાર માટે પૈસાની ચૂકવણી પણ કરવામાં આવી રહી હતી. એટલે કે આ યોજના હેઠળ આ હજારો દર્દીઓની સારવાર દેખાડવામાં આવી રહી હતી, જેઓ પહેલેથી જ મૃત જાહેર હતા. દેશની જુદી જુદી હોસ્પિટલોમાં કુલ 3446 દર્દીઓ એવા હતા, જેમની સારવાર માટે હોસ્પિટલોને 6.97 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી.
કેરળમાં આવા મૃત દર્દીઓની સંખ્યા સૌથી વધારે 966 હતી. જેમના ક્લેમ પર ચૂકવણી કરવામાં આવી હતી. તેમની સારવાર માટે કુલ 2,60,09,723 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. મધ્ય પ્રદેશમાં આવા દર્દીઓની સંખ્યા 403 હતી. જેમના માટે 1,12,69,664 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. છત્તીસગઢમાં ત્રીજા સ્થાને છે. જ્યારે 365 દર્દીઓની સારવાર માટે 33,70,985 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી.
હાલના નિયમો અનુસાર, જો કોઇ દર્દીનું હોસ્પિટલમાં દાખલ થયા પછી અને ડિસ્ચાર્જ પહેલા મોત થયા છે તો ઓડિટ પછી હોસ્પિટલને ચૂકવણી કરવામાં આવે છે.
CAGની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડેસ્ક ઓડિટ જુલાઈ 2020 દરમિયાન, ઓડિટે પહેલા NHAને રિપોર્ટ કરવામાં આવેલું કે આઈટી સિસ્ટમ એજ દર્દીઓના પ્રી-ઓથરાઇઝેશન રિક્વેસ્ટની છૂટ આપી રહ્યા હતા, જેને યોજના હેઠળ સારવાર દરમિયાન પહેલા જ મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.
NHAએ ઓડિટ કમેન્ટનો સ્વીકાર કરતા જુલાઈ 2020માં કહ્યું કે, 22 એપ્રિલ 2020ના રોજ જરૂરી તપાસ કરવામાં આવી. જેનાથી એ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે કોઇ પણ દર્દીની PMJAY આઈડી આગળ લાભ લેવા સક્ષમ નથી.
રિપોર્ટ અનુસાર, જ્યારે CAGએ જણાવ્યું કે જરૂરી તપાસનું પાલન કરવામાં આવ્યું નથી તો NHAએ ઓગસ્ટ 2022માં કહ્યું કે, ઓપરેશનલ કારણોને લીધે સિસ્ટમમાં એડમીશનની પાછલી તારીખોને છૂટ આપવામાં આવી છે.
CAGએ કહ્યું કે, આ જવાબ તર્કસંગત નથી. કારણ કે રાજ્ય સ્વાસ્થ્ય પ્રાધિકરણ દ્વારા પ્રી-ઓથોરાઇઝેશન ક્લેમ સબમિશન અને ફાઈનલ ક્લેમ અપ્રૂવલ માટે લાભાર્થીઓને પહેલાથી જ સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા છે. જે અરજીમાં ખામીઓના સંકેત આપે છે અને તેના ખોટા ઉપયોગ માટે યૂઝર લેવલ પર અતિસંવેદનશીલ બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp