ઘઉંનો લોટ ફાયદાકારક તો મેંદો નુકસાનકારક કેમ? જાણો 7 મોટા કારણ

મેંદો દરેક લોકોના કિચનમાં હોય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણો હાનિકારક હોય છે તેમ છતાંય તેમાંથી બનેલા ફૂડનો દરેક વ્યક્તિ સ્વાદ માણે છે. તેનું સેવન કરવાથી શરીરને જલદી નુકસાન તો નથી પહોંચતું, પણ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી સાઇડ ઇફેક્ટ થાય છે. ત્યારે આજે અમે તમને મેંદાના સેવનથી થનારા હાનિકારક જોખમો વિશે જણાવીશું. 

ઘઉંનો લોટ ફાયદાકારક તો મેંદો નુકસાનકારક કેમ?

મેંદો તેમજ રોટલી-ભાખરીનો લોટ બંને ઘઉંમાંથી જ બને છે પરંતુ તેને બનાવવની રીત બિલકુલ અલગ હોય છે. રોટલી-ભાખરીનો લોટ બનાવતી વખતે ઘઉંની ઉપરના ગોલ્ડન પળને લોટમાં રહેવા દઇએ છીએ. જે ડાઇટ્રી ફાઇબરનું સૌથી સારૂ સ્ત્રોત છે. ઘઉંના લોટને થોડી કણીવાળો દળવામાં આવે છે, જેથી ઘઉંમાં સામેલ પોષક તત્વ વધું નષ્ટ નથી થતા. જોકે મેંદોને બનાવતા પહેલા ઘઉંની ઉપરથી ગોલ્ડન પળને હટાવી ઘઉંના સફેળ ભાગને સારી રીતે દળવામાં આવે છે. જેને કારણે મેંદામાંથી ઘઉંના બધા પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. જે શરીરને ગંભીર નુકસાન પહોચે છે.

મેંદાના લોટથી થતુ નુકસાન

પેટ માટે ખરાબ

મેંદો ખૂબ ચીકણો અને સ્મૂધ હોય છે. જેમાં ડાઇટ્રી ફાઇબર ન હોવાના કારણે અપાચનની સમસ્યા વધી જાય છે. તેમજ તેને કારણે મેંદો આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓનો કારક બને છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ રહે છે.

હૃદય માટે ખતરો

મેંદાથી બનાવેલી વસ્તુ ખાવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને ગ્લૂકોઝ જમા થવા લાગે છે જેથી હૃદય રોગનો ખતરો વધી જાય છે.

કોલેસ્ટ્રોલ અને વજન વધવુ

મેંદોમાં સ્ટાર્ટનું પ્રમાણ વધુ હોવાના કારણે વજન વધવા લાગે છે. જેનું વધુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે.

ડાયાબિટીસનો ખતરો

તેમાં ખૂબ વધુ હાઇ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ આવેલ હોય છે જે સુગર લેવલ જલદી વધારે છે. ડાયાબિટીસના દર્દીએ મેંદાનું સવેન કરવાથી દૂર રહેવું જોઇએ.

ઇમ્યૂન સિસ્ટમ કરે નબળી

મેંદાનું સેવન કરતા રહેવાથી ઇમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે. જેથી બીમારીઓનો ખતરો વધવા લાગે છે. તંદુરસ્ત રહેવા માટે મેંદાના લોટનું સેવન ઓછું કરવું જોઇએ.

હાડકાંની નબળાઈ

મેંદાને તૈયાર કરતા સમય તેના બધા પોષક તત્વો નીકળી જાય છે જેથી તે એસિડિક બની જાય છે. જે હાડકાંમાંથી કેલ્શિયમને ખેંચી લે છે. જેથી હાડકાં નબળા પડવા લાગે છે. આથી મેંદાનું સેવન ન કરવું જોઇએ.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.